મિતાણાના ગણેશપર ગામે 10 બોટલ દારૂ સાથે ખેતમજૂર પકડાયો

- text


ટંકારા : ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલા ગણેશપર ગામેથી પોલીસે વિદેશીદારૂની 10 બોટલ સાથે ખેતમજૂરને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મીતાણા-વીરવાવ રોડ ગણેશપર ગામની સીમમાં વશરામભાઇ આંબાભાઇ ગમારાની વાડીમાં રહેતો મૂળ દાહોદનો ખેત મજૂર રાકેશભાઇ ગોબરભાઇ ભુરીયા વિદેશી દારૂ વેચતો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો પાડી ગોવા સ્પીરીટ ઓફ સ્મુથનેશ વ્હીસ્કીની 10 બોટલ કિંમત રૂ.3000 કબ્જે કરી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

- text

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text