મોરબી તાલુકામાં પીવાના પાણીની વિવિધ પાઇપલાઇન મંજુર કરાવતા કૃષિ મંત્રી

- text


 

મોરબી – માળીયા – જોડીયામાં કુલ 157064 મીટર, ઉંડ-૧ માં 62956 મીટર અને માં આજી- 3 માં 92067 મીટરની કામગીરીનો સમાવેશ

મોરબી: મોરબી અને ધ્રોલ તાલુકામાં રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે પાણી પુરવઠા યોજના હેઠળ પીવાના પાણીની વિવિધ પાઈપલાઈન મંજુર કરાવી લોકોને રાહત અપાવી છે.

સૌરાષ્ટ્રમાં સારો વરસાદ થયો હોય ત્યારે ખેડૂતોને સિંચાઇનું પાણી પહોંચતું કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે જે માટે પાણી પુરવઠા યોજના હેઠળ પાણીની પાઈપલાઈનો, ભૂગર્ભ ટાંકો, ગ્રામ્ય સ્તરે ઊંચી ટાંકી, પંપ હાઉસ હેડવર્કસ અને સબ હેડ વર્કસ માટે પાણી પુરવઠા યોજના હેઠળ ધ્રોલ- જોડિયા ઊંડ-1 માં કુલ 62956 મીટર,જોડિયા- ધ્રોલ-મોરબી- જામનગર આજી-3 માં કુલ 92067 મીટર અને મોરબી- માળીયા- જોડીયામાં કુલ 157064 મીટરની કામગીરીનો સમાવેશ કરાયો છે.

- text

ખાસ કરીને મોરબી તાલુકામા હજનાળી સંપથી ફડસર સુધી છ કેજી ની ૮૫૦ મીટરની પીવાના પાણીની પાઈપલાઈનનું કામ, આમરણ હેડવર્ક્સ થી આમરણ ગામ સુધી છ કેજી ની 1200 મીટરની લાઈન તથા જીવાપર થી ફાટસર સુધી છ કેજી ની 3900 મીટરની લાઈનનું કામ મંજૂર કરાયું છે.

સ્થાનિક ખેડૂતોની સિંચાઈની સમસ્યા હળવી થાય અને ખેડૂતો આર્થિક રીતે પગભર થાય તે દિશામાં રાજ્ય સરકારે પ્રયત્નશીલતા દાખવી છે જે બદલ કૃષિમંત્રીએ સરકારનો આભાર માન્યો છે.

- text