કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં રમતો રમીને અંધશ્રદ્ધા ભગાડી

- text


મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાળી ચૌદશની રાત્રે વર્ષોથી પ્રવર્તતી અંધશ્રદ્ધા દૂર કરવાનો સરાહનીય પ્રયાસ

મોરબી : મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા કાળી ચૌદશની રાત્રે વર્ષોથી પ્રવર્તતી અંધશ્રદ્ધા દૂર કરવાનો સરાહનીય પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને કાળી ચૌદશની રાત્રે બાળકોને સ્મશાનમાં રમતો રમાડીને અંધશ્રદ્ધા ભગાડી હતી. સાથેસાથે સ્મશાનમાં અલ્પાહાર કરી હનુમાન ચાલિસાનું પઠન કરાયું હતું.

કાળી ચૌદશના દિવસે વર્ષોથી પેઢી દર પેઢી કેટલીક ગેરમાન્યતાઓને કારણે લોકોના મનમાં અંધશ્રદ્ધા ઘર કરી છે. તેમાંય કાળી ચૌદશની રાત્રે સ્મશાનમાં ભૂતપ્રેતનો વાસ હોય સ્મશાનમાં લોકો જતા પણ ડરે છે.જેથી કાળી ચૌદશની રાત્રે સ્મશાનનું નામ પડે ત્યાંજ લોકોના ટાંટિયા ધ્રુજવા માંડે છે. ત્યારે મોરબી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની મંગલરાત્રી શાખા દ્વારા ખાસ કરીને બાળકોમાં અંધશ્રદ્ધા તથા ભય દૂર થાય તે માટે કાળી ચૌદસની રાત્રે સ્મશાનમાં અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ જ પ્રચલિત એવી અંધશ્રદ્ધા એટલે સ્મશાનમા રાતે ભૂત થાય આવી માન્યતાને તોડવા અને બાળકોના મનોબળને મજબુત કરવા માટે ગઈકાલે કાળી ચૌદશની રાત્રે બાળકો તથા તરુણ સ્વયં સેવકો સ્મશાનમાં રાત્રે 12 વાગ્યા સુધી જુદી જુદી રમતો રમ્યા હતા. તથા અલ્પાહાર કરી હનુમાન ચાલિસાનું પઠન કર્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text