બકાર્ડી વાઈટ રમની અડધી બાટલી સાથે મયુર અને અશ્વિન ઝડપાયા

- text


માળીયા ફાટક નજીકથી પોલીસે ઇટીયોસ કાર સાથે બન્ને આરોપીને પકડ્યા

મોરબી : મોરબી સિટી બી ડિવિઝન પોલીસે વાહન ચેકીંગ દરમિયાન માળીયા ફાટક નજીકથી બકાર્ડી વાઈટ રમની અડધી બાટલી કારની સીટ નીચે છુપાવીને નીકળેલા મયુર અને અશ્વિન નામના શખ્સને ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે માળીયા ફાટક નજીક વાહન ચેકીંગ દરમિયાન ટોયોટો ઇટીયોસ ગાડી લઈને નીકળેલા મયુરભાઇ લખમણભાઇ ચાપાણી, રહે- શ્રી કુંજ-૨ શનાળા રોડ, જી.આઇ.ડી.સી. પાછળ મોરબી અને અશ્વીનભાઇ વેલજીભાઇ કચરોલા, રહે- કન્યા છાત્રાલય રોડ, અનીલ પાર્ક સોસા. મોરબી વાળાને કારની સીટ નીચે છુપાવેલ બકાર્ડી સુપેરીયલ વ્હાઇટ રમની અડધી ભરેલ બોટલ નંગ-1 કિં.રૂ. 300 સાથે ઝડપી લઈ રૂપિયા 3 લાખની કાર પણ કબ્જે કરી બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.

 


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text