ટંકારાના હડમતીયા ગામે હડકાયા શ્વાનોનો આતંક, ત્રણને બચકા ભર્યા

- text


હડકાયા શ્વાનોનો આંતકથી ગ્રામજનો ભયભીત

ટંકારા : ટંકારાના હડમતીયા ગામે હડકાયા શ્વાનોનો આતંકથી ગામલોકો ભયભીત બની ગયા છે. જેમાં કૂતરાએ ત્રણ વ્યક્તિને બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા બે દિવસથી બે ત્રણ શ્વાનો હડકાયા થતાં ગ્રામજનો પોતાના ભુલકાઓને સ્કુલે ભણવા જતા પણ અટકરવી રહ્યા છે.

ટંકારા તાલુકાના હડમતીયા ગામે છેલ્લા બે દિવસથી હડકાયા શ્વાનોના આતંકના કારણે બજાર-ગલીઓમા ગામલોકો પોતાના ઢોરઢાખર પણ બાંધતા આચકાય છે. સાથેસાથે સ્કુલે જતા બાળકોના વાલીઓમાં ડરનું મોજું ફરી વળ્યું જોવા મળે છે. બે દિવસની અંદર આવા હડકાયા શ્વાનોએ ત્રણ વ્યક્તિઓને બચકા ભરતા આ તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હડકાયા શ્વાનોના આંતકથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આથી સંબધિત તંત્ર આ બાબતે યોગ્ય પગલાં ભારે તેવી માંગ ઉઠાવી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text