વાંકાનેરમાં સરકારી હસ્પિટલ ખાતે રવિવારે ફ્રી મેડિકલ કેમ્પ

- text


વાંકાનેર : વાંકાનેરમાં સરકારી હસ્પિટલ ખાતે રવિવારે ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં સબ ડીસ્ટ્રીક હોસ્પીટલ-વાંકાનેર તથા NCDCELL- મોરબી દ્વારા સરકારી હસ્પિટલ-વાંકાનેર ખાતે સર્વરોગ ફ્રી નિદાન મેડિકલ કેમ્પ-2021 આગામી તા. 31ને રવિવારે યોજાશે. જેમાં હાજર હશે તે દવાઓ વિનામુલ્યે મળશે.

આ ઉપરાંત, સવારે 9થી 1 કલાક દરમિયાન આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ, વૃદ્ધાના ઉંમરના દાખલાનો કેમ્પ, કોવિડ ચેકઅપ નિદાન કેમ્પ, જેમાં આર.ટી.પી.સી.આર. (RTPCR) રીપોર્ટ વિનામુલ્યે કરી અપાશે. તેમજ સવારે 9થી સાંજે 5 વાગ્યા દરમિયાન વેકસીનેશનનો કેમ્પ યોજાશે. જેમાં પ્રથમ ડોઝ અને બીજો ડોઝ આપવામાં આવશે.

વધુમાં, મતદાર યાદી સુધારણા માટે માર્ગદર્શન આપવામાં આવશે. તેમજ X-Ray તથા બ્લડ તથા યુરીનના રીપોર્ટ ફ્રીમાં કરી આપવામાં આવશે. ECG નો રીપોર્ટ પણ ફ્રીમાં કરી આપવામાં આવશે. ડાયાબિટીશ અને બી.પી.નું નિદાન પણ થઈ શકશે.

- text

આ કેમ્પમાં ડો.વી.બી. કાસુન્દ્રા, ડો.નરેશ બરાસરા, ડો.સાવન છત્રોલા, ડો.પ્રતિક રાવલ, ડો.સચીન ભીમાણી, ડો.જીજ્ઞેસ દેલવાડિયા, ડો.કિરણ ગોસાઇ, ડો.રાજદિપસિંહ ગોહેલ, ડો.રીમા કે. સચદેવ, ડો.દક્ષાબેન ધરોડિયા, ડો.નશરૂદીન માણસીયા, ડો.ફોરમ પરમાર સેવા આપશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text