મોરબીમાં ન્યુ એરા સ્કૂલ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઇ

- text


મોરબી : મોરબીમાં ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ તથા ન્યુ એરા પબ્લિક સ્કુલ દ્વારા “Heal the world make it a better place” પર રંગોળી સ્પર્ધા યોજાઇ હતી.

વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ તરફ વાળવાની તથા સામાજીક સમસ્યાના ઉકેલ શોધવાની પ્રક્રિયાના ભાગરૂપે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ તથા ન્યુ એરા પબ્લિક સ્કુલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રચનાત્મક રંગોળીની હરિફાઈનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં શાળા સાથે સંકળાયેલા દરેક વિદ્યાર્થી તથા શિક્ષકએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ બંને સ્કૂલના બાળકોએ અનેક વૈવિધ્યસભર, વર્તમાન તથા ભવિષ્યના પ્રશ્નોના ઉકેલ આપતી, સામાજીક સંદેશા પાઠવતી રંગોળી બનાવી હતી. જેમાં ભારતની જૈવવિવિધતા, ગેજેટ વિના જીવન, દુનિયાને સોશ્યલ મીડીયાના પ્રહારનો સંદેશ, યોગ: કર્મસુ કૌશલમ્, એક પગલું સ્વચ્છતા તરફ, શિક્ષણનું ભવિષ્ય જેવા રોચક વિષયો પર રંગોળી બનાવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text