રમતા રમતા પાળી પરથી પડી જતા માસૂમ બાળકનું મોત

- text


મોરબીના જાંબુડીયા ગામ પાસેના કારખાનામાં બનેલી કરુણ ઘટના

મોરબી : મોરબીના જાંબુડીયા ગામ પાસેના કારખાનામાં રમતા રમતા પાળી પરથી પડી જતા માસૂમ બાળકનું મોત નીપજ્યું હોવાની કરુણ ઘટના સામે આવી છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જાંબુડીયા ગામ પાસે આવેલ સહયોગ કારખાનામા રહીને મજૂરી કરતા પરપ્રાંતીય પરિવારના એક વર્ષનો માસૂમ પુત્ર શિવમ રમેશભાઇ ડામોર ગત તા.૨૦ ના રોજ આ કારખાને રમતા રમતા પાળી પરથી પડી જતા શરીરે ઇજા થતા તેને પ્રથમ મોરબીની આયુષ હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવથી તેના પરિવારમાં અરેરાટી મચી ગઇ હતી. આ બનાવની જાણ થતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text