સ્મશાનની પાછળ ખરાબામાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠી ઝડપાઇ

- text


વાંકાનેરના વિરપર ગામે દેશીદારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકતા બુટલેગરે મુઠીઓ વાળી

વાંકાનેર : વાંકાનેરના વિરપર ગામે દેશીદારૂની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકતા બુટલેગરે મુઠીઓ વાળીને ભોભીતર થઈ ગયો હતો. બાદમાં પોલીસે સ્મશાનની પાછળ ખરાબામાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠીને ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટાફ ગઈકાલે બાતમીના આધારે વાંકાનેરના વીરપર ગામના સ્મશાનની પાછળ આવેલ ખરાબાની જગ્યામાં ધમધમતી દેશીદારૂની ભઠ્ઠી ઉપર રેઇડ કરી હતી.જો કે આ દારૂની ભઠ્ઠી ચલાવનાર બુટલેગર અજય ઉર્ફે કુકો રૂપાભાઇ કોળી પોલીસની હાથમાં આવ્યો ન હતો. બાદમાં પોલીસે દેશીદારૂની ભઠ્ઠીમાં પીવાનો ગરમ દેશી દારૂ લી.૨૦ કિ.રૂ.૪૦૦, ઠંડો દેશી દારૂ લીટર-૨૦ કી રૂ-૪૦૦, ગરમ આથો લી.૧૦૦ કિ.રૂ.૨૦૦, ઠંડો આથો લીટર-૮૦૦ કિ.રૂ-૧૬૦૦ તથા ભઠ્ઠી ગાળવાના તથા અન્ય સાધનો મળી રૂપીયા ૩,૮૬૦ અને એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ-૧ કી રૂ-૩૦૦૦ ના કુલ મુદામાલ કીમત રૂપીયા ૯,૪૬૦ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text