નવયુગ ગૃપ ઓફ કોલેજમાં નેશનલ સર્વિસ સ્કીમના યુનિટનું ઓપનિંગ

- text


સાથેસાથે વેકસીનેશન કેમ્પ પણ યોજાયો

મોરબી : મોરબીના જાણીતા નવયુગ ગૃપ ઓફ કોલેજમાં તાજેતરમાં નેશનલ સર્વિસ સ્કીમ (NSS)ના યુનિટનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું. સાથેસાથે વેકસીનેશન કેમ્પ પણ યોજાયો હતો.

આ ઓપનિંગ સેરેમનીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના NSSના કોઓર્ડીનેટર ડૉ. એન. કે. ડોબરીયા, મોરબી ડિસ્ટ્રીક્ટ NSSના કોઓર્ડીનેટર વનિતાબેન કગથરા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ સંસ્થાના પ્રમુખ પી. ડી. કાંજીયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. કાર્યક્રમને સફળ બનાવવામાં મેનેજિંગ ટ્રસ્ટી બળદેવભાઇ સરસાવાડીયા, NSS નોડલ ઓફીસર ડૉ. હિરેન મહેતા અને પ્રિન્સિપાલ ડો. વરૂણ ભીલા અને NSS કોઓર્ડીનેટર્સે જહેમત ઉઠાવી હતી.

સાથેસાથે કોવિડ વેક્સિનેશનના કેમ્પનું આયોજન પણ કરાયું હતું, જેમાં સમગ્ર કોલેજના બીજો ડોઝ લેવામાં બાકી સ્ટૂડન્ટ્સનું વેક્સિનેશન કરાયું હતું અને ભારતમાં કોવિડ વેક્સિનેશને ૧૦૦ કરોડનો આંક વટાવ્યો તે માર્કને સ્ટૂડન્ટ્સે પ્રતીક સ્વરૂપે અંકિત કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text