દેવદયા માધ્યમિક શાળામાં વ્યસન જાગૃતિ અંગે નિબંધ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા આયોજન

ટંકારા : ટંકારા તાલુકામાં લજાઈ પી.એચ.સી. હેઠળ દેવદયા માધ્યમિક શાળામાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યસનની જાગૃતિ અંગે નિબંધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધીકારીના માર્ગદર્શન હેઠળ લજાઈ પી.એચ.સી. અંતર્ગત આવતી દેવદયા માધ્યમિક શાળામાં જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા વિદ્યાર્થીઓમાં વ્યસનની જાગૃતિ અંગે નિબંધ સ્પર્ધા રાખવામાં આવેલ હતી. જેમાં ધોરણ ૯ અને ૧૦ ના વિધાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધેલ હતો. વિદ્યાર્થીઓ દ્વારા વ્યસનના નુકસાન અને તેની આડઅસરો વગેરે બાબતોને લઈને ખુબ સારી રીતે નિબંધ લખ્યા હતા.

જેમાં પ્રથમ નંબર મેળવનાર બારિયા ચેતન વાઘજીભાઈ, દ્વિતીય નંબર બથવાર નેહા અને તૃતીય નંબર ચાવડા મિનાક્ષી મનજીભાઈને મળતા ડિસ્ટ્રીક્ટ ટોબેકો કંટ્રોલ સેલ દ્વારા ઈનામો આપવામાં આવેલ હતા. ત્યારબાદ તમાકુ નિયંત્રણ સેલના સોશ્યલ વર્કર તેહાન શેરસીયા દ્વારા વ્યસનની જાગૃતિ અર્થે માહિતગાર કર્યા હતા અને ત્યારબાદ લજાઇ પી.એચ.સી.ના એમ.પી.એચ.ડબ્લયુ. દ્વારા વ્યસન તથા ડેન્ગયુ, મેલેરીયા જેવા રોગોથી બચવા માટેના ઉપાયો અંગે માહિતી આપી હતી અને અંતમાં શાળાના આચાર્ય એન.આર.ભાડજા દ્વારા વિધાર્થીઓને પોતે વ્યસન ન કરવા તથા પોતાના પરીવારને પણ વ્યસનમુકત બનાવવા માટે જરુરી સુચન કર્યુ હતુ.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text