ઘરે જવા માટે વાહનમાં લિફ્ટ મેળવવા પાણા ઉગામવા ભારે પડ્યા

- text


વાવડી રોડની ઘટના : વાહન ચાલકને પાણો ઉગામતા મોટર સાયકલ સ્લીપ થયું અને થઈ મારામારી

મોરબી : મોરબીના વાવડી રોડ ઉપર ગતરાત્રીના વિચિત્ર ઘટનામાં ઘરે જવા માટે વાહન ન મળતા પથ્થર ઉગામી વાહન ચાલકને ડરાવી લિફ્ટ લેવા માંગતી વ્યક્તિને ચાર વ્યક્તિએ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ ઘટના અંગે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનથી જાણવા મળતી વિગતો મુજબ વાવડી ગામે કેનાલ કાંઠે રહેતા શૈલેષભાઇ બચુભાઇ બાબરીયાને પોતાના ઘરે જવું હોય કોઈ વાહન ન મળતા મોડીરાત્રે વાહનના ઇન્તજારમાં વાવડી રોડ ઉભા રહી લોકોને હાથ ઊંચા કરી લિફ્ટ માંગતા હતા પરંતુ કોઈ વાહન ઉભું ન રહેતા તેમને હાથમાં પથ્થર લઈ વાહન રોકવા પ્રયાસ કરતા અહીંથી પસાર થતા જીતેન્દ્રભાઇ નામનો વાહન ચાલક ડરીને સ્લીપ થઈ ગયો હતો.

બીજી તરફ જીતેન્દ્રભાઈ પડી જતા તેમને ફોન કરી અન્ય વ્યક્તિને બોલાવી પથ્થર ઉગામનાર વ્યક્તિ લૂંટારું હોવાની શંકા જતા અન્ય અજાણ્યા વ્યક્તિઓ પણ એકત્રિત થઈ શૈલેશભાઈને માર માર્યો હતો.

- text

આ ઘટના બાદ પથ્થર ઉગામી લિફ્ટ માંગનાર શૈલેષભાઈએ પોતાને માર મારનાર જીતેન્દ્રભાઇ તથા અન્ય અજાણ્યા બે માણસો વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૫, ૩૨૩, ૧૧૪, મુજબ ગુન્હો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

બીજી તરફ આ ઘટનામાં મોટર સાયકલ સ્લીપ થવાથી ઘાયલ થયેલ નસીતપર ગામના ચીરાગભાઇ ધનજીભાઇ ભેસદડીયાએ પથ્થર ઉગામનાર અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે પોતે પોતાના ભાઈના ઘરે દીકરીના જન્મદિવસ પ્રસંગે જમવા જતા હોય ત્યારે ઘટના બનતા પોતાને ઇજાઓ પહોંચી હોય અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા આ કેસમાં પોલીસે સામસામી ફરિયાદ નોંધી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text