મિતાણાની સીમમાં જુગારધામ ઉપર એલસીબી ત્રાટકી : 6 જુગારી ઝડપાયા

- text


વાડીની ઓરડીમાં જુગાર રમતા છ આરોપીઓ પાસેથી 79,200ની રોકડ જપ્ત

ટંકારા : ટંકારા તાલુકાના મીતાણા ગામની સીમમાં વાડીની ઓરડીમાં ધમધમતા જુગારધામ ઉપર એલસીબીએ દરોડો પાડી છ જુગરીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપી લઈ રૂ.79,200ની રોકડ સહિત 84,200નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. દરોડા દરમિયાન વાડી માલિક સહિતના બે શખ્સો હાજર ન મળી આવતા તેમને ફરાર દર્શાવવામાં આવ્યા છે.

મોરબી એલસીબી ટીમને મળેલી બાતમીને આધારે ગઈકાલે મીતાણા ગામની સીમમાં સુલતાન તમાચીભાઈ ઠેબાની વાડીમાં આરોપી દીપકસિંહ સજુભા જાડેજા બહારથી માણસો બોલાવી જુગાર રમાડતા હોવાની બાતમીને આધારે દરોડો પાડતા પરાગભાઈ વાસુરભાઈ બસીયા, રહે. મીતાણા, સામતભાઈ પાલાભાઈ બાળા/બોરીચા, રહે. મીતાણા, સંજયભાઈ ગેલાભાઈ બસીયા, રહે.મીતાણા, રોહિત વાસુરભાઈ બસીયા, રહે.મીતાણા, જયદિપસિહ સહદેવસિહ જાડેજા, રહે.મીતાણા અને દેવાયત ગેલાભાઈ ખુંગલા, રહે.મીતાણા વાળા રૂપિયા 79,200ની રોકડ તેમજ મોબાઈલ ફોન કિંમત રૂ.5000 મળી રૂ.84,200ના મુદ્દામાલ સાથે જુગાર રમતા રંગે હાથ ઝડપાઇ ગયા હતા.

- text

જો કે, જુગાર દરોડા દરમિયાન દિપકસિહ સજુભા જાડેજા, રહે. મીતાણા અને વાડી માલીક સુલતાન તમાચીભાઈ ઠેબા/સંધી રહે.મીતાણા વાળા હાજર મળી આવ્યા ન હોય એલસીબી પોલીસ ટીમ દ્વારા આઠેય આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુન્હો નોંધાવ્યો હતો.

જુગાર દરોડાની આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, એએસઆઈ ચંદ્રકાંતભાઈ વામજા, હેડ કોન્સ્ટેબલ ચંદુભાઈ કણોતરા, નિરવભાઈ મકવાણા, પોલીસ કોન્સ્ટેબલ દશરથસિંહ પરમાર તથા ભરતભાઇ જિલરીયાએ કરી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text