ગાંધી જયંતિ વિશેષ : તમે જાણો છો? અહિંસા દિન ઉજવવાનો વિચાર પેરિસ સાથે જોડાયેલો છે

- text


આજે વિશ્વ અહિંસા દિવસ : બાપુની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એ અંગ્રેજ સરકાર પાસેથી દુનિયા દંગ રહી જાય તે રીતે ભારત દેશને આઝાદી અપાવી. તેમની અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકો ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો. તેમના શબ્દોમાં આ ચળવળ એ એક સત્યાગ્રહ હતો; અને આખરે તેમણે સફળતા મેળવી અને એ સાબિત કરી બતાવ્યું.

ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક મોહનદાસ કરમચંદ ગાંધી વિશ્વમાનવ હતા. તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા થયેલા અને ભારતના રાષ્ટ્રપિતા તરીકેનું માન પામ્યા છે. તેમણે બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નકશા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે.

આથી, ગાંધી બાપુના જન્મદિન 2 ઑક્ટોબરને વિશ્વ અહિંસા દિન તરીકે ઉજવવામાં આવે છે. મહાત્મા ગાંધીના જન્મદિનને અહિંસા દિવસ તરીકે ઉજવવા પાછળનો ઇતિહાસ ઘણો રોચક છે. આ ઘટનાના તાર પેરિસ સાથે જોડાયેલા છે.

વિશ્વ અહિંસા દિનનો ઈતિહાસ

સંયુક્ત રાષ્ટ્રસંઘે 15 જૂન, 2015ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના જન્મદિન બીજી ઑક્ટોબરને ‘વિશ્વ અહિંસા દિવસ’ રૂપે મનાવવાની જાહેરાત કરી હતી. ઈરાનના પ્રસિદ્ધ મહિલા વકીલ શીરીન ઇબાદીને ગાંધી જંયતીને વિશ્વ અહિંસા દિન તરીકે ઉજવવાનો વિચાર આવ્યો. તેમના મગજમાં આ વિચાર 2004માં પેરિસની એક શાળાના બાળકો થકી આવ્યો. ત્યારબાદ તેઓ વર્લ્ડ સોશ્યિલ ફોરમના કાર્યક્રમમાં ભાગ લેવા માટે મુંબઈ આવ્યા. તો છોકરીઓની એક શાળાએ તેઓને મહાત્મા ગાંધીની પુણ્યતિથિ એટલે કે 30 જાન્યુઆરીને વિશ્વ અહિંસા દિવસ તરીકે મનાવવાની રજૂઆત કરી, પરંતુ બાદમાં 30 જાન્યુઆરીને બદલે 2 ઑક્ટોબર આ દિવસ માટે વધુ યોગ્ય ગણાયો.

- text

ધીરે ધીરે આ વિચાર કોંગ્રેસ પક્ષના નેતાઓ સામે ગયો. જાન્યુઆરી 2007માં દિલ્હીમાં ‘શાંતિ, અહિંસા અને સશક્તિકરણ ગાંધીદર્શન 21મી સદી’ના નામે આયોજિત એક આંતરરાષ્ટ્રીય સંમેલનમાં સોનિયા ગાંધી અને દક્ષિણ આફ્રિકામાં દમનનો વિરોધ કરનાર આર્કબિશપ હોય ડેસ્મોડ ટીટૂ દ્વારા એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો, જેને સત્યાગ્રહ કોફેસ પ્રસ્તાવ કહેવામાં આવે છે.

આ પ્રસ્તાવમાં સંયુક્ત રાષ્ટ્રને વિનંતી કરવામાં આવી કે તે આ પ્રસ્તાવને સ્વીકારે. 15 જૂન, 2007માં ભારતના તત્કાલીન વિદેશ રાજ્યમંત્રી આનંદ શર્મા દ્વારા સંયુક્ત રાષ્ટ્રમાં આ પ્રસ્તાવ રજૂ કરાયો. જેને 192 દેશોની સભાએ સ્વીકૃતિ આપી.

વર્તમાન સમયમાં અહિંસા અને જીવદયાની સૌથી વધુ જરૂરિયાત છે. ત્યારે જીવમાત્રને તન, મન, કર્મ, વચન અને વાણી દ્વારા કોઈ નુકસાન ન પહોંચાડવું. મનમાં કોઈકનું અહિત ન વિચારવું, કોઈને કટુવાણી વગેરે દ્વારા પણ નુકસાન ન પહોંચાડવું તથા કર્મથી પણ કોઈપણ સ્થિતિમાં, કોઈપણ પ્રાણીની હિંસા ન કરવી. તેવો પ્રયાસ કરીને ‘અહિંસા પરમો ધર્મ’ સૂત્રને સાર્થક કરીએ.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text