માળીયા (મી.) ખાતે સંગાથ વૃધ્ધાશ્રમમાં જન્મદિવસ અને વૃધ્ધ દિવસની ઉજવણી કરાઈ

- text


માળીયા (મી.) : માળીયા (મી.)માં SSVT સંચાલિત સંગાથ વૃધ્ધાશ્રમમાં ધાંગા પરિવાર દ્વારા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વૃધ્ધાશ્રમમાં વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જન્મદિવસની ઉજવણી

સંગાથ વૃધ્ધાશ્રમમાં ગત તા. 29 નાં રોજ ગ્રીષ્મા વિજયભાઇ ધાંગા (જામનગર)નાં જન્મદિવસ નિમિત્તે વૃધ્ધાશ્રમમાં તમામ વૃધ્ધો સાથે ભોજન અને ભજનના ભાગરૂપે વિજયભાઇનાં પરિવારનાં તમામ સભ્યોએ વૃધ્ધાશ્રમમાં હાજર રહી એક દિવસ વૃધ્ધો સાથે વિતાવી જન્મદિવસની ઉજવણી કરી હતી.

જન્મદિવસની ઉજવણી કર્યા બાદ વિજયભાઇ તથા તેમના પરિવાર તરફથી વૃધ્ધાશ્રમનાં વૃધ્ધો માટે ઠંડા પાણીનું વોટર કુલર સપ્રેમ ભેટ આપવામાં આવેલ હતું. આ બદલ સંગાથ વૃધ્ધાશ્રમ પરિવાર તથા સંસ્થાના સ્ટાફ સુધિરભાઇ, પ્રવિણભાઇ, આશાબેન, સંદિપભાઇ, સોનલબેન દ્વારા ગ્રીષ્મા અને તેના પરીવારનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી

તારીખ 1 ઓક્ટોબરના રોજ વિશ્વ વૃધ્ધ દિવસના અનુસંધાનમાં આજે તા. 30ના રોજ સંસ્થાના ટ્રસ્ટી દ્વારા વૃધ્ધાશ્રમને (પાવર સ્ટોરેજ) ઇન્વર્ટર ભેટ આપી વિશ્વ વૃધ્ધ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ ગોપી મહિલા મંડળ ગામ લાલપુરના 15 જેટલા મહિલાઓનું જુથ વૃધ્ધાશ્રમમાં આવી રાત્રે જાતે ભોજન બનાવી વૃધ્ધોને જમાડી લાગણી પિરસી હતી અને જમ્યા પછી ભજન-ધૂન કરવામાં આવી હતી. આ પછી વૃધ્ધાશ્રમાનાં મહિલા વૃધ્ધોને સાડી તથા વૃધ્ધાશ્રમના સ્ટાફને આર્થિક રોકડ રકમ ભેટરૂપે આપી પ્રોત્સાહિત કર્યા હતા.

- text

આ બદલ સંસ્થા દ્વારા ગોપી મહિલા મંડળ લાલપુરનાં હોદ્દેદારો અશ્વિનભાઇ, નરોત્તમભાઇ પટેલ, મિત્તલ પટેલ તેમજ તેમની સાથી ટીમ દ્વારા કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો. જે બદલ સંસ્થાનાં તથા સંગાથ વૃધ્ધાશ્રમ પરિવારના સુધિરભાઇ, પ્રવિણભાઇ, આશાબેન, સંદિપભાઇ, સોનલબેન એ તેમનો દિલથી આભાર વ્યક્ત કરેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text