મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા કોવિડ ન્યાય યાત્રાના આયોજન અંગે મિટિંગ યોજાઈ

- text


યુવા કોંગ્રેસ દ્વારા કોરોનાથી મૃત્યુ પામેલ પરિવારને 4 લાખની આર્થિક આપવા સરકાર સમક્ષ માંગ કરાશે

મોરબી : મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા ગઇકાલે કોવિડ ન્યાય યાત્રાના આયોજન અંગે મિટિંગ યોજાઈ હતી. તેમાં કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારને રૂ. 4 લાખની આર્થિક સહાય આપવાની કોંગ્રેસ દ્વારા માંગ કરવા ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.

ગઇકાલે તા. 29ને બુધવારના રોજ મોરબી યુથ કોંગ્રેસની કોવિડ ન્યાય યાત્રાના આયોજન બાબતે અગત્યની મિટિંગ રાખેલ હતી. કોરોના મહામારીનાં કારણે જે લોકોએ સ્વજન ગુમાવ્યા છે, તેમના ઘરે પરિવારને રૂબરૂ મળીને સાંત્વના આપી તેમનું માહિતી ફોર્મ ભરી દરેક મૃતકના પરિવારને રૂ. 4-4 લાખની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે અને કોરોનાથી થયેલ મૃત્યુને ડિઝાસ્ટર મેનેજમેન્ટ 2003 અને 2005 અન્વયે સમાવેશ કરી ન્યાય આપવામાં આવે તેવી સરકાર સમક્ષ માંગણી મૂકવામાં આવશે, તેમ મિટિંગમાં નક્કી થયું હતું.

આ બેઠકમાં પ્રદેશ યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અને મોરબીનાં પ્રભારી ભૂમનભાઈ ભટ્ટ , સહપ્રભારી ઉપેન્દ્રસિંહ જાડેજા અને ઓબીસી સેલનાં પ્રભારી પ્રવીણભાઈ મૈયડ, મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતીભાઈ પટેલ, તાલુકા પ્રમુખ કે. ડી. પડસુંબિયા, ધર્મેન્દ્રભાઈ વિડજા, ઓ.બી.સી. પ્રમુખ રાજુભાઈ, લખુભા ગઢવી અને બહોળી સંખ્યામાં યુથ કોંગ્રેસનાં કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આવનાર સમયમાં લોકોનાં ઘરે ઘરે જઈ માહિતી લઈ ફોર્મ ભરી અને મૃતકનાં પરિવારજનોને સાંત્વના આપવા માટે પ્રવાસ કરાશે. તેમ દેવેન્દ્રસિંહ જાડેજા (પ્રમુખ મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ)ની યાદીમાં જણાવાયું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text