માળીયાના હરીપરમાં અગરિયાઓ માટે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો

- text


આરોગ્ય શાખા અને મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા કેમ્પનું આયોજન

માળીયા (મી.) : માળીયા (મી.) તાલુકાના હરીપર ગામમાં અગરિયાઓ માટે વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.

આજે તારીખ 30 સપ્ટેમ્બરના રોજ હરીપર આંગણવાડી કેન્દ્ર પર જિલ્લા પંચાયત આરોગ્ય શાખા મોરબી અને મોબાઈલ હેલ્થ યુનિટ દ્વારા અગરિયાઓના આરોગ્ય માટે સર્વરોગ નિદાન કેમ્પ રાખવામાં આવ્યો હતો.

આ સર્વરોગ નિદાન કેમ્પમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો. બાવરવા, બાળરોગ નિષ્ણાત ડો. બ્રિજેશ મૂંગા, જનરલ રોગના ડો. જયદીપ જાનવા, સ્ત્રી રોગ નિષ્ણાત ડો. વીકિયા ઈરમબાનુ, આંગણવાડી કાર્યકર મધુબેન, સરોજબેન, રીટાબેન તેમજ આશાવર્કર ગીતાબેન, મારુતસિંહ ભારતસિંહ બારૈયા મોરબી જિલ્લા કોડિનેટર આગરીયા હિતરક્ષક મંચ માળીયાએ આ સર્વ રોગ નિદાન કેમ્પમાં હાજર રહ્યા હતા. અને અગરિયાઓને આરોગ્યની સેવા આપી હતી. આ સર્વરોગ નિદાન કેમ્પમાં કુલ 225 અગરિયા ભાઈ-બહેનો, બાળકોએ આ સર્વ રોગ નિદાન કેમ્પની આરોગ્યની સુવિધાનો લાભ લીધો હતો. તેમ યાદીમાં જણાવાયું છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text