હળવદની યુવતી વાંકાનેરમાં ઇઅરરિંગ લેવા બજારમાં જવાનું કહી લાપત્તા

- text


વાંકાનેર : હળવદમાં રહેતી યુવતી પોતાની ભાભી સાથે આવી, ઇઅરરિંગ લેવા બજારમાં જવાનું કહી લાપત્તા થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

વાંકાનેરમાં સીટી સ્ટેશન રોડ હરેશભાઇ રાતડીયાવાળાની દુકાન પાસે સોનલબેન લાલાભાઇ પેથાભાઇ સેફાત્રા (ઉ.વ. 22, રહે.ખેતરડી, તા.હળવદ) પોતાના ગામ ખેતરડીથી વાંકાનેર પોતાની ભાભી સાથે હટાણુ કરવા આવેલ હોય અને સીટી સ્ટેશન રોડ પરથી બપોરના આશરે દોઢેક વાગ્યાના સુમારે પોતાની ભાભીને પોતે બુટીયા લેવા મેઇન બજારમાં જવાનુ કહીને ગયેલ હતી. ત્યારબાદ પરત નહિ આવતા અને શોધખોળ કરવા છતા આજદિન સુધી મળી આવેલ ન હોવાથી તેના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

- text

ઉલ્લેખનીય છે કે યુવતી શરીરે મધ્યમ બાંધાની, ઘઉંવર્ણી અને ગાલની નીચે કાળા તલની નીશાની છે. ગુમ થઈ ત્યારે તેણે કાળા કલરનુ સલ્વાર કમીજ પહરેલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text