મોરબી જિલ્લામાં સોમવારથી સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝર માટે ભરતી શિબિરનું આયોજન

- text


મોરબી : ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી મોરબી જીલ્લામાં સુરક્ષા જવાન અને સુરક્ષા સુપરવાઈઝર ભરતી આયોજન આગામી તા. ૨૦ના અમરસિંહજી હાઇસ્કૂલ, વાંકાનેર, તા. ૨૧ના મહર્ષિ દયાનંદ વિધાલય, કારાતા, તા. ૨૨ના કે.પી. હોથી ઉ.મા. શાળા, સરવ, તા. ૨૪ના મોલ સ્કુલ, હળવદ, તા. ૨૪ના ઘી.વી.સી. હાઇસ્કૂલ જેવા સ્થળોએ મોરબીમાં ભરતી શિબિરનું આયોજન કરેલ છે.

જેનો સમય સવારે 10 થી બપોરના 4 કલાક સુધી રાખેલ છે. ભરતી અધિકારી મૃત્યુંજયકુમારના જણાવ્યા અનુસાર ઉમેદવારની ઉમર 21 થી 36 વર્ષ, શૈક્ષણિક લાયકાત 10 પાસ, ઊચાઇ 168 સે.મી, વજન 56 કિ.ગ્રા., છાતી 80 થી 85 અને શારીરિક રીતે તંદરોસ્ત હોવું જરૂરી છે. જેને ઈચ્છા હોય તેવા ઉમેદવાર બધા જ ડોકયુમેન્ટની ઝેરોક્ષ અને બે પાસપોર્ટ સાઈજના ફોટા, આધારકાર્ડ, બૉલપેન લઈને હાજર રહેવાનું રહેશે.

પાસ થનાર ઉમેદવાર ભરતી સથળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. જે પાસ ઉમેદવાર રીજનલ ટ્રેનીગ સેન્ટર માણસા (ગાંધીનગર)માં ટ્રેનિંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી. માં કાયમી નિયુક્ત (65 વર્ષ સુધી) મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ, મલ્ટીનેશનલ ઔધ્યોગિક ક્ષેત્ર, બૅન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા જવાનની સેલરી રૂ. 12,000 થી 15,000, સુરક્ષા સુપરવાઈજર માટે રૂ. 15,000 થી 18,000 અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો. પ્રોમોશન, પી.એફ., ઇ.એસ.આઈ., ગ્રેચ્યુઈટી, મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા આપવામાં આવશે.

- text

વધુ વિગત માટે મો. નંબર 8154961249, 7383077225 પર સંપર્ક કરવાનો રહેશે. કોરોના મહામારીમાં દરેક ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સ રાખવું તથા માસ્ક અવશ્ય પહેરવું ફરજિયાત છે. તેમ ભુંગલ બાબાભાઇ (એસ.એસ.સી.આઇ. રિજનલ ટ્રેનિંગ સેનટર, માણસા) ની યાદીમાં જણાવાયું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text