કાલે શુક્રવારે વેકસીનેશનનું મહાઅભિયાન : 301 સ્થળે યોજાશે કેમ્પ, 40 હજાર ડોઝ ફાળવાયા

- text


51 ટિમો ઘરે ઘરે જઈને વેકસીન આપશે : 12 મોબાઈલ વેકસીનેટર પણ ગામે ગામ ફરશે

જિલ્લાના તલાટી, બીએલઓ, આંગણવાડી વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, શિક્ષકો સહિતનો સ્ટાફ વેકસીનેશનની કામગીરીમાં જોડાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને જિલ્લા વહિવટી તંત્રનું ખાસ આયોજન : મહાઅભિયાનમાં જોડાવા કલેકટરની અપીલ

મોરબી : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિન નિમિત્તે મોરબી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કોરોના વેક્સીનેશનનું મહા અભિયાન હાથ ધરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જિલ્લા વહિવટી તંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સમગ્ર જિલ્લામાં ૩૦૧ વેક્સીનેટર દ્વારા વેક્સીનેશનની કામગીરી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લામાં ૫૧ જેટલી ટીમોને હાઉસ ટુ હાઉસની કામગીરી પણ સોંપવામાં આવી છે.

આ અંગે જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે જણાવ્યું હતું કે, હાલે સમગ્ર ગુજરાતમાં કોરોના વેક્સીનેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અને સમગ્ર દેશમાં ગુજરાત રાજ્ય અગ્રેસર છે અને તેમાંય મોરબી જિલ્લાની કામગીરી પણ સંતોષજનક રહી છે. આવતી કાલે એટલે કે તા. ૧૭-૯-૨૦૨૧ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સમગ્ર જિલ્લામાં તમામ ૫ તાલુકા અને ૪ નગરપાલિકા સ્તરની કામગીરી માટે માઇક્રો લેવલની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં લોકોમાં રહેલ ધાર્મિક ગેરમાન્યતાઓ અને અંધશ્રદ્ધા દૂર કરીને વેક્સીનેશનનું મહત્વ સમજાવવામાં આવશે.

સમગ્ર કામગીરી માટે સમગ્ર જિલ્લામાં ૩૦૧ જેટલા વેક્સીનેશન સેન્ટરમાં તાલુકાઓમાં ૨૪૫ અને નગરપાલિકા વિસ્તારમાં ૫૬ વેક્સીનેશન સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે. આ ઉપરાંત ૧૨ જેટલાં મોબાઇલ વેક્સીનેટરની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. જિલ્લામાં ૫૧ જેટલી ટીમોને હાઉસ ટુ હાઉસ ની કામગીરી પણ સોંપવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ૪૦ હજાર જેટલા વેક્સીનના ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે. હાલે સમગ્ર મોરબી જિલ્લામાં ૬૭% વેક્સીનેશનની કામગીરી પૂર્ણ થઈ હોવાનુ પણ કલેકટર જે.બી.પટેલ દ્વારા જણાવાયું હતું

- text

સમગ્ર કામગીરીને સફળતાપૂર્વક પાર પાડવા માટે જિલ્લાના તલાટી, બીએલઓ, આંગણવાડી વર્કર, ફીમેલ હેલ્થ વર્કર, મેલ હેલ્થ વર્કર, શિક્ષકો સહિતનો સ્ટાફ જોડાશે. મોરબી જિલ્લામાં ૧૮ વર્ષથી ઉપરની વયના જેનો પ્રથમ ડોઝ લેવાનો બાકી હોય તેવા તમામ લોકો અને જેમના બીજા ડોઝની તારીખ આવી ગઇ હોય તેવા તમામ લોકોએ વેક્સીન લઇને વહિવટી તંત્રની કામગીરીમાં જોડાવવા અને વેક્સીન લઇને કોરોના સામે રક્ષણ મેળવવા જિલ્લા કલેક્ટર જે.બી. પટેલે અપીલ કરી છે. આ સમયે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, અધિક કલેક્ટર એન.કે. મુછાર પણ હાજર રહ્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text