મોરબી સુન્ની સુમરા જમાતના પ્રમુખ પદે હાજી મહેબુબની બિનહરીફ વરણી

- text


મોરબી : મોરબી સુન્ની સુમરા જમાતના પ્રમુખ તરીકે હાજી મહેબુબ સાહેબની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

મોરબી સુન્ની સુમરા જમાતે મોરબી જમાતના પ્રમુખ પદે નવા પ્રમુખ ચુટવા એક બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજમાંથી ચાર જેટલા લોકોએ પ્રમુખ બનવા ઈચ્છા જાહેર કરી હતી. પરંતુ અન્ય ત્રણ લોકોએ ઉમેદવારી ન નોંધાવતા એકમાત્ર ઉમેદવાર હાજી મહેબુબ સાહેબની ઉમેદવારી આવતા, તેને માન્ય ગણીને સમાજે હાજી મહેબુબની સુમરા જમાતના પ્રમુખ પદે બિનહરીફ વરણી કરવામાં આવી હતી.

આ તકે હાજી મહેબુબે જણાવ્યું હતું કે સમાજે મારા પર ભરોસો રાખી મારી બિનહરીફ વરણી કરવામાં આવી છે. જેનો હું ખરા અર્થમાં આભાર માનું છું. સુમરા સમાજના હરએક કાર્યમાં સફળતા અપાવવા અથાક મહેનત કરી, શૈક્ષણિક, આરોગ્ય, અને સમાજ ઉપયોગી સેવા કરવામાં હું કટીબદ્ધ છું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text