મોરબીમાં યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ તથા યોગીક ચર્ચા કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : મોરબીમાં ગઇકાલે યોગ ટ્રેનરને પ્રમાણપત્ર વિતરણ તથા યોગીક ચર્ચા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના થયા બાદ સમગ્ર ગુજરાત જ્યારે યોગમય બની રહ્યું છે ત્યારે યોગમય ગુજરાત અંતર્ગત ઘરે ઘરે, શેરીએ શેરીએ તેમજ ગામડે ગામડે યોગ પહોંચે તેવા પ્રયાસ થય રહ્યા છે. મોરબી જિલ્લો યોગમય બને તેમજ યોગના નિયમિત અભ્યાસ દ્વારા લોકો શારીરિક રોગો તથા માનસિક વિકારો દૂર કરી સુખ, શાંતિનો અનુભવ કરે તેવા પ્રયાસો ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નિમાયેલ યોગ કોચ વાલજી પી. ડાભી કરી રહ્યા છે. આ અંતર્ગત તેમને તાલીમ આપેલ યોગ ટ્રેનરના પ્રમાણપત્ર વિતરણ તથા યોગીક ચર્ચા તા. 12ને રવિવારના રોજ ગાંધી ચોક પાસે, મોરબી નગરપાલિકા, ટાઉન હોલ ખાતે બપોરે 3થી 5-30 દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મનોજભાઈ ઓગણજા (સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ), વિજયભાઈ જોબનપુત્રા (આર્ટ ઓફ લિવિંગ), ભારતીબેન રંગપરીયા (પતંજલી), ચિંતનભાઈ ત્રિવેદી (સિનિયર યોગ કોચ રાજકોટ), ભીમજીભાઈ અઘારા, મહેશભાઈ ભોરણિયા (માતૃભૂમિ વંદના ટ્રસ્ટ), કુસુમબેન પરમાર (નગરપાલિકા પ્રમુખ), કમલેશભાઈ બોરીચા (વિશ્વ હિન્દુ પરિષદ) તેમજ વિવિધ સામાજિક ક્ષેત્રે સતત કાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓએ ઉપસ્થિત રહી અભિનંદન પાઠવ્યા હતા. અને તેઓના હસ્તે યોગ કોચ અને યોગ ટ્રેનરને પ્રમાણપપત્ર આપવામાં આવ્યા હતા. અનિવાર્ય સંજોગોથી ઉપસ્થિત ન રહી શકનાર પ્રકાશભાઈ ટીપરે (ગુજરાત રાજ્ય યોગ બોર્ડના સભ્ય) તથા બ્રીજેશભાઈ મેરજા (ધારાસભ્ય)એ યોગ કોચ અને યોગ ટ્રેનરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

પ્રમાણપત્ર વિતરણ તથા યોગીક ચર્ચા કાર્યક્રમમાં યોગ કોચ વાલજી પી. ડાભી દ્વારા તાલીમ આપી તૈયાર થયેલ યોગ ટ્રેનરને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તરફથી પ્રમાણપત્ર આપવામાં આવેલ. તેમજ યોગ કોચ અને ટ્રેનર દ્વારા માર્ચ થી સપ્ટેમ્બર સુધીમાં મોરબી જિલ્લામાં 2500 કરતા વધારે યોગ સાધકો તેમજ સામાજિક સંસ્થાઓને યોગની તાલીમ આપેલ છે. યોગ ટ્રેનર કે સાધક તરીકે નિ:શુલ્ક તાલીમ મેળવવા માટે યોગ કોચ વાલજી પી. ડાભી (95862 82527)નો સંપર્ક કરી શકાશે, તેમ યાદીમાં જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text