કચ્છ હાઇવે ઉપર 15થી 20 કિલોમીટર સુધી ટ્રાફિકજામ : અનેક વાહનો ફસાયા

- text


સુરજબારીથી માળિયા સુધી ટ્રાફીકજામ પહોંચ્યો 

હાઇવે ઓથોરિટીની માર્શલ ટીમ ઘટનાસ્થળે

માળીયા : કચ્છ હાઇવે ઉપર સાતમ આઠમના તહેવાર શરૂ થતા જ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગતરાત્રીથી ટ્રાફિકજામની સ્થિતિમાં હાલમાં સુરજબારીથી માળિયા સુધી લાંબો ટ્રાફીકજામ સર્જાયો છે. હાઇવે ઉપર વાહનોની મોટી કતારો લાગી હતી. જેથી અનેક વાહનો ટ્રાફિકજામમાં ફસાતા ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. બીજી તરફ હાઇવે ઓથોરિટીએ આરપીવી અને માર્શલની ટીમને ટ્રાફિક થાળે પાડવા મેદાનમાં ઉતારી છે.

ગતરાત્રીથી કચ્છ હાઇવે ઉપર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી રહી છે અને આજે સવારથી સુરજબારી પુલથી શરૂ કરી માળિયા સુધી આજે લાંબો ટ્રાફીકજામ થયો હતો અને કચ્છના પ્રવેશ દ્વાર પાસે 15 થી 20 કિલોમીટર લાંબો ટ્રાફિકજામ સર્જાતા મોડી રાત્રિથી ટ્રાફિક જામમાં અનેક વાહનો ફસાયા હતા. કચ્છમાં સુરજબારી હોય કે ગાંધીધામ- ભચાઉ હાઇવે કે ભુજોડી ફાટક હોય કે અંજાર-મુન્દ્રા હાઇવે હોય ત્યાં ટ્રાફિકજામની અસર જોવા મળી હતી. હાઇવે ઉપર સર્જાતા દરરોજના ટ્રાફિક જામના કારણે મોંઘા ઇંધણ વેડફાઈ રહ્યા છે અને કચ્છના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને પણ અસર પડી છે.

- text

બીજી તરફ હાઇવે ઓથોરિટી પણ ટ્રાફિક ક્લિયર કરાવવા પ્રયાસરત છે. દર વર્ષે જન્માષ્ટમી દરમિયાન સામખયારીથી મોરબી નેશનલ હાઈવે પર ટ્રાફિકનો પ્રવાહ વધુ હોય છે જેના કારણે ટ્રાફિક થાય છે. આ ટ્રાફિક મેનેજ કરવા માટે હાલમાં હાઇવે ઓથોરિટી દ્વારા આરપીવી ટીમ, માર્શલ ટીમ, અને જેસીબી સ્થળ પર હાજર રખાયા છે તેમજ ટ્રાફિકજામની સ્થિતિમાં લોકો માટે હેલ્પલાઇન નંબર 93731 62607 અને 1033 ઉપર કોલ કરવા અનુરોધ કરાયો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text