કોપીરાઈટ ભંગ બદલ વાંકાનેરનો સ્ટુડિયો સંચાલક અંટાયો

- text


પ્રિવેડિંગ શૂટિંગમાં ટી-સિરીઝના ગીતોનો ઉપયોગ કરતા દરોડો : કોમ્યુટર સીપીયુ કબ્જે

વાંકાનેર : રાજ્ય જ નહીં બલ્કે દેશભરમાં હિન્દી ફિલ્મોના ગીતનો વ્યાપારિક ધોરણે ઉપયોગ થતો હોવાની વાત જગજાહેર છે ત્યારે ગઈકાલે વાંકાનેરમાં પ્રિવેડિંગ શૂટિંગમાં હિન્દી ફિલ્મોના ગીત મુકવા બદલ સ્ટુડિયો સંચાલક ટી-સિરીઝ કંપનીની ઝપટે ચડતા પોલીસે કોમ્પ્યુટર અને સીપીયુ કબ્જે કરી ગુન્હો દાખલ કર્યો છે.

જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેરની મેઈન બજારમાં આવેલ બંટી સ્ટુડિયોના સંચાલક અલ્કેશ બાબુભાઈ ટોલિયા લગ્ન સમારોહ અને પ્રિવેડિંગ શૂટિંગમાં ટી સિરીઝ કંપનીના કોપીરાઈટ ગીતોનો ઉપયોગ કરતા હોવાથી કંપનીના કર્મચારી સંજયસિંહ અનિરૂદ્ધસિંહ ગોહિલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે કોપીરાઈટ એક્ટ ઈ.સ. ૧૯૫૭ની કલમ ૫૧,૬૩,૬૫,૬૮(A) મુજબ આરોપીની દુકાનમાંથી ટી-સીરીઝ કંપનીના હક્કોવાળી ફિલ્મોના ગીતો સંગ્રહ કરેલ કોમ્પ્યુટરનું સીપીયુ આશરે કિંમત રૂપિયા ૨૦,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text