મચ્છુ-3માં પાણીની ધીંગી આવક ચાલુ થતા ડેમના બે દરવાજા ખોલાયા

- text


મોરબી સહિતના ઉપરવાસ વિસ્તારમાં વરસાદને પગલે 1796 ક્યુસેક પાણીની આવક

મોરબી : મોરબી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદને પગલે મચ્છુ-3 ડેમમાં પાણીની ધીંગી આવક શરૂ થતા છલોછલ ભરાવાની તૈયારીમાં રહેલા ડેમના બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે.

મોરબી નજીક આવેલા મચ્છુ-3 ડેમ 35.63 ફૂટની કુલ ઊંડાઈ ધરાવે છે. જેમાં અગાઉ વરસાદી પાણી આવતા 20.80 ફૂટ જીવંત જળજથ્થો હયાત છે. જેમાં છેલ્લા 24 કલાકમાં ડેમ સાઈટ ઉપર 58 મીમી વરસાદ નોંધવાની સાથે મોરબી શહેરમાં સપ્રમાણ વરસાદ નોંધાતા આજે સવારથી 1796 ક્યુસેક નવા પાણીની આવક શરૂ થતા જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો હોય સિંચાઈ વિભાગ દ્વારા મચ્છુ-3 ડેમના બે દરવાજા એક-એક ફૂટ ખોલવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, મચ્છુ-3 ડેમ હાલમાં 85 ટકાથી વધુ ભરાયેલ હોય નવી આવકને પગલે ડેમના દરવાજા ખોલી નાખવામાં આવ્યા હોય નીચાણવાળા વિસ્તારના લોકોને નદીના પટમાં અવરજ્વર નહીં કરવા તાકીદ કરવામાં આવી છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text