આજે કારગિલ વિજય દિવસ : કારગિલ યુદ્ધમાં બહાદુરીથી દેશની રક્ષા કરનાર સૈનિકોને યાદ કરવાનો દિવસ

- text


22 વર્ષ પૂર્વે યુદ્ધમાં શહીદ થયેલા 527 વીર જવાનોને શ્રદ્ધાંજલી આપવાનો દિવસ

તા. 26 જુલાઇને કારગિલ વિજય દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે કારગિલ યુદ્ધમાં ભારતે પાકિસ્તાન પર વિજય પ્રાપ્ત કરી લીધો હતો. કારગીલ વિજય બાદ ભારતના તત્કાલીન વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ આ દિવસને કારગીલ વિજય દિવસ તરીકે જાહેર કર્યો હતો.

પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવેલા હુમલાને નિષ્ફળ કરવા માટે ભારતે ઓપરેશન વિજય અંતર્ગત યુદ્ધમાં બે લાખ સૈનિકોને તૈનાત કર્યા અને તેમાં 527 સૈનિકો ક્યારેય પરત ન ફર્યા. આ દિવસને વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ છે કારગિલ યુદ્ધમાં પોતાની બહાદુરીથી દેશના સન્માનની રક્ષા કરનાર સૈનિકોને યાદ કરવાનો.

કારગીલ યુદ્ધ ભારત અને પાકિસ્તાન વચ્ચે મે અને જુલાઇ, 1999માં કાશ્મીરના કારગિલ જિલ્લામાં થયેલું યુદ્ધ છે. આ યુદ્ધ ઓપરેશન વિજય તરીકે ઓળખાય છે કે જે કારગિલ વિસ્તારને ખાલી કરવા માટે બનાવાયુ હતું. આ યુદ્ધનું કારણ ભારતીય બાજુ પર પાકિસ્તાની સૈનિકો તથા બળવાખોરોની ઘુસણખોરી હતી. કારગીલમાં ભારતે પાકિસ્તાનને ભગાડીને યુદ્ધમાં વિજય મેળવ્યો હતો.

- text

1999માં કારગીલ સેક્ટરમાં આતંકવાદીઓના વેશમાં પાકિસ્તાની સેનાના સૈનિકોએ કબજો જમાવ્યો હતો. શરૂઆત ભારતીય સેના પણ પાકિસ્તાની સૈનિકો દ્વારા આ સેક્ટર પર કબજાને રદિયો આપતી હતી. જો કે અનેક અખબારી અહેવાલ પછી ભારત સરકારે કારગીલમાં મોટા ઓપરેશનની શરૂઆત કરી હતી.

કારગીલ યુદ્ધને આમ તો 22 વર્ષ થઈ ગયા છે પરંતુ ભારતીય સૈનિકોની હિંમત આજે પણ લોકોના માનસ પર છવાયેલી છે. આજનો દિવસ એ દેશના વીર જવાનો અને એમની કુરબાનીને યાદ કરવાનો છે અને એમની વીરતા, સાહસ અને હિંમતને બિરદાવવાનો છે તથા શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલી અર્પિત કરવાનો છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text