ભારે કરી.. 20 દિવસ પહેલા જ બનેલા નવા રોડમાં પડી ગયા ખાડા, 7.5 કરોડનો ખર્ચો ગયો પાણીમાં!!

- text


નેશનલ હાઇવેથી ગાળા- શાપર સુધીના રસ્તામાં તંત્રની બેદરકારી આવી સામે 

પાણી પુરવઠાએ લીકેજ પાઇપ સરખી ન કરી, આરએનબીએ તેની માથે રોડ બનાવી નાખ્યો

મોરબી : મોરબી જિલ્લામાં નવા રોડના કામો શરૂ થતા જ લોકોનો હરખ સમાતો ન હતો. પણ હવે આ હરખ તળિયે બેસી ગયો છે. કારણકે રોડના કામમાં લોટ, પાણીને લાકડા જ થઈ રહ્યા છે. આવો જ કિસ્સો નેશનલ હાઇવેથી ગાળા- શાપર સુધીના રોડમાં આવ્યો છે. આ રોડ હજુ તો 20 દિવસ પહેલા જ બન્યો ત્યાંતો તેમાં ખાડા પડી ગયા છે.

આ રોડ વર્ષ 2019માં 9.5 કરોડના ખર્ચે મંજુર થયો હતો. પણ રોડ માટે નીચા ભાવે આવેલું રૂ. 7.5 કરોડનું ટેન્ડર મંજુર કરવામાં આવ્યું હતું. રોડ હજુ 20 દિવસ પહેલા જ બનીને તૈયાર થયો હતો. ત્યાંતો રોડમાં ખાડા અને ડામર ઉખડી ગયો હોવાનું સામે આવ્યું છે. આ મામલે મોરબી અપડેટની ટીમેં આર એન્ડ બીના અધિકારી ચૌધરીનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું કે રોડની નીચે પાઇપલાઇન લીકેજ છે. રોડ બનતો હતો ત્યારે પાણી પુરવઠાને કહ્યું હતું કે પાઇપલાઇન સરખી કરો. પણ તેઓએ સરખી કરી નથી. હાલ ફરી પાણી પુરવઠા અને એજન્સી બન્નેને કહેવાય ગયું છે. તે રોડ સરખો કરી નાખશે.

- text

ઉલ્લેખનીય છે કે રોડ બનાવતી વખતે આર એન્ડ બીએ પાણી પુરવઠાને જાણ કરી હતી કે જ્યાં રોડ બનાવવાનો છે ત્યાં નીચે પાઇપલાઇન લીકેજ છે. તેમ છતાં પાણી પુરવઠા વિભાગે કોઈ કાર્યવાહી કરી નહિ. આમ પાણી પુરવઠા વિભાગની બેદરકારી તો છતી થઈ છે. સાથોસાથ આર એન્ડ બીએ પણ બેદરકારી દાખવી છે. તેઓએ પાઇપલાઇન લીકેજ હોવા છતાં પણ માથે રોડ બનવા દીધો. હવે જ્યારે રોડ બની ગયો છે. પણ તંત્રને ગંભીરતા દેખાય છે અને ઘોડા છૂટયા બાદ તબેલાને તાળાં મારવાની જેમ નિર્ણયો લ્યે છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text