મોરબીના શખ્સને પાંચ જિલ્લામાંથી તડીપાર કરાયો

- text


મોરબી : મોરબી શહેરમાં દેશી દારૂનું વેચાણ કરવાની સાથે ગમે ત્યારે ગમે તે લોકો ઉપર છરી વડે હુમલો કરવાની ટેવ ધરાવતા ઇસમને મોરબી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાંચ જિલ્લામાથી તડીપાર કર્યો છે.

મોરબી સીટી બી ડીવી પોલીસ સ્ટેશન વિસ્તારમા ગેરકાયદેસર દેશી દારૂ પોતાના કબજામા રાખી તેનું મોરબી સીટીના આર્થિક પછાત વિસ્તારમાં વેચાણ કરી ગેરકાયદેસર આર્થિક લાભ મેળવનાર તેમજ પોતાની પાસે છરી જેવા જીવલેણ મારક હથીયારો રાખી અને છુટથી તેનો ઉપયોગ કરી લોકોને શારીરીક ઇજાઓ પહોંચાડી અવાર-નવાર ધમાલ મચાવી જાહેર વ્યવસ્થા ખોરવી નાખી પુરા વિસ્તારમા ભય અને ત્રાસનુ વાતાવરણ ફેલાવનાર અબુભાઇ ફતેમામદભાઇ કટીયા (ઉ.વ.૩૦, રહે. મોરબી, વીસીપરા, નિધ્ધીપાર્ક પાછળ, મફતીયાપરા) ને ગુજરાત પોલીસ એકટ કલમ 56(ક), (ખ) મુજબ તડીપાર કરવા માટેની દરખાસ્ત સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ મોરબીને કરવામાં આવતા આ શખ્સને મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ-ભુજ અને જામનગર જીલ્લાઓમાંથી તડીપાર કરવા હુકમ થતા મજકુર ઇરામને આજરોજ પકડી પાડી આગળની કાર્યવાહી કરવા તજવીજ કરવામા આવેલ છે.

- text

આ કામગીરી પી.આઇ. વી.એલ.પટેલ, પો.કોન્સ. પ્રદીપસિંહ ઝાલા, મહેશભાઇ મંઢ તથા સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text