મોરબીમાં લાશ મળવાનો મામલો : યુવકે પહેલા યુવતીને ગળાફાંસો આપ્યો, બાદમાં આત્મહત્યા કર્યાનું ખુલ્યું

- text


બન્ને આઠ મહિનાથી મોરબીમાં સાથે રહેતા હતા : બન્નેએ લગ્ન કરી લીધા હતા કે મૈત્રી કરાર હતા તે દિશામાં તપાસ

મોરબી : મોરબીમાં યુવક અને યુવતીની લાશ મળવા મામલે પ્રાથમિક તપાસ બાદ અનેક તથ્યો બહાર આવ્યા છે. જેમાં પ્રથમ યુવકે યુવતીને ગળાફાંસો આપ્યા બાદ પોતે આત્મહત્યા કરી હોવાનું ખુલ્યું છે. આ સાથે યુવતી અને યુવક બન્ને મોરબીમાં આઠ મહિનાથી સાથે રહેતા હતા. પણ બન્નેએ લગ્ન કર્યા હતા કે મૈત્રી કરારથી સાથે રહેતા હતા તે વિશે પોલીસે તપાસ હાથ ધરી છે.

મોરબીના સામાંકાઠે મફતિયાપરા પાસે ભારતનગર નજીક આવેલ એક ઓરડીમાંથી ગઈકાલે બપોરના અરસામાં યુવક અને યુવતીની લાશ મળી હતી. આ મામલે ડીવાઈએસપી રાધિકા ભારાઇએ જણાવ્યું કે મૃતક યુવતીનું નામ અનિલ ગાંડુભાઈ રાઠોડ અને યુવતીનું નામ લલિતાબેન જયંતીભાઈ સાગઠિયા છે. અનિલભાઈ કાલાવડ તાલુકાના વતની હતા. જ્યારે લલિતાબેન જામનગરના હતા.

- text

લલિતાબેન જામનગરથી છેલ્લા 8થી 9 મહિનાથી ગુમ હતા. બન્ને મોરબીમાં છેલ્લા 8 મહિનાથી સાથે ભાડે રહેતા હતા. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે અનિલભાઈએ પહેલાં લલિતાબેનને ગળાફાંસો આપ્યો હતો. બાદમાં પોતે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ બન્ને મૃતક યુવક યુવતી સાથે રહેતા હતા. પણ તેઓએ લગ્ન કર્યા હતા કે મૈત્રી કરાર કર્યા હતા તે મામલે તપાસ ચાલી રહી છે. ઘટના સ્થળ ઉપરથી કોઈ સ્યુસાઇડ નોટ પણ મળી નથી. હાલ આ મામલે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text