મચ્છુ – 3 ડેમ 92 ટકા ભરાયો : ડેમના નીચાણવાળા ગામોને ચેતવણી

- text


હવે વરસાદી પાણીની આવક થશે તો ડેમના દરવાજા ગમે ત્યારે ખોલી પાણી છોડાશે

મોરબી : મોરબી તાલુકામાં જુના સાદુળકા ગામ પાસે આવેલ મચ્છુ – 3 ડેમમાં વરસાદી પાણીની નવી આવક આવતા હાલમાં ડેમ 92 ટકા ભરાયેલો છે અને હવે વરસાદી પાણીની આવક થશે તો ગમે ત્યારે પાણી છોડવામાં આવે તેમ હોવાથી હેઠવાસના ગામોને ચેતવવામાં આવ્યા છે.

છેલ્લા બે ત્રણ દિવસથી પડી રહેલા વરસાદને કારણે મચ્છુ – 3 ડેમમાં પાણીની નવી આવક થતા હાલમાં 92 ટકા ડેમ ભરાઇ ગયો છે અને હવે વરસાદી પાણીની નવી આવક ચાલુ રહે તો ડેમના પાટિયા ખોલી નદીમાં પાણી છોડવામાં આવે તેમ હોય તંત્ર દ્વારા ગોર ખીજડિયા, વનાણીયા, માનસર, નવા સાદુંળકા, જુના સાદુંળકા, રવાપર (નદી), અમરનગર, ગૂંગણ, નવા નાગડવાસ, જુના નાગડવાસ, બહાદુરગઢ, નારણકા, અમરેલી, ધરમપુર સહિતના ગામોને નદીના પટમાં અવરજવર નહિ કરવા અને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text