આઝાદી બાદ પ્રથમ વખત ટંકારાના કલ્યાણપર ગામને હાઇવેથી જોડતો માર્ગ ડામર રોડ બનશે

- text


આઝાદીના વર્ષો પછી હવે નવો ડામર રોડ બનતા ગામલોકોને રાહત

ટંકારા : ટંકારા જામનગર હાઇવે પરથી ટંકારા તાલુકાના કલ્યાણપર ગામે જવાનો માર્ગને આઝાદી બાદ મુખ્યમંત્રી સડક યોજના અંતર્ગત નવો ડામર રોડ બનાવવા આવ્યો છે. આ રોડ નવો નકોર બનતા ગામલોકોની વર્ષોની સમસ્યાનું સમાધાન થયું છે. લાખોના ખર્ચે બે કિલોમીટરનો ડામર રોડનું નવનિર્માણ કરવામાં યુવા સરપંચનો સિંહફાળો રહ્યો છે.

ટંકારાની ભાગોળે આવેલા કલ્યાણપર ગામે જવાનો માર્ગ જે જામનગર રોડ પર હોય તે વર્ષોથી ધુળયા માર્ગ હોવાથી ગામલોકોને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. આથી આ ધૂળીયા માર્ગને ડામર રોડ બનાવવા માટે ગામજનો દ્વારા રજુઆતો કરવામાં આવી હતી ત્યારે વર્તમાન સરકાર દ્વારા આ રોડનું મંજૂર કરાતા કલ્યાણપર ગામે જવાના બે કિલોમીટરના રોડ ઉપર ડામરપટી કામ પુર્ણ થતા ગામલોકોની વર્ષો પુરાણી માંગણી સંતોષાય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, કલ્યાણપર જવા માટે બે રસ્તા હોય ચોમાસામાં વધુ વરસાદથી વોકળા આવી જતા તાલુકા મથકે પહોંચવું દુવિધાયુક્ત બનતું હતું. ત્યારે હવે નવો રીડ બનતા આ સમસ્યામાંથી લોકોને મુક્તિ મળી છે. આ રોડનું કામ મજુર કરવામાં યુવા શિક્ષિત સરપંચ દિનેશભાઈ વાધરિયા, તાલુકા વિકાસ અધિકારી, સાંસદ, ધારાસભ્ય સહિતના લોકસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી.

- text


● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે ઈ-બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text