મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના નવા હોદેદારો નિમાયા

- text


પ્રમુખ તરીકે સુભાષભાઈ પડસુંબીયા અને ઉપપ્રમુખ તરીકે પ્રદિપભાઈ હુંબલની વરણી

મોરબી : આજ રોજ મોરબી જિલ્લા પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનની જનરલ મીટીંગ મળી હતી. જેમાં વર્તમાન હોદ્દેદારોની ટર્મ પૂર્ણ થતાં સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી.

મોરબી પેટ્રોલીયમ ડિલર્સ એસોસિએશનની આજે મળેલી બેઠકમાં વર્તમાન પ્રમુખ હર્ષદભાઈ કડીવાર ઉપપ્રમુખ વિનોદભાઈ ડાભી તથા સેક્રેટરી અનિલભાઈ બુદ્ધદેવની કાર્યકારી મુદત પૂરી થતી હોય. તેઓએ સ્વૈચ્છિક રાજીનામું આપેલ તથા સર્વાનુમતે નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવેલ. જેમાં નવા પ્રમુખ તરીકે સુભાષભાઈ પડસુંબીયા ઉપપ્રમુખ તરીકે પ્રદિપભાઈ હુંબલ અને સેક્રેટરી તરીકે અનિલભાઈ બુદ્ધદેવની સર્વ સંમતી નિમણૂક કરવામાં આવતા સર્વ સભ્યોએ વરણીને વધાવી હતી.

- text

નવનિયુક્ત પ્રમુખ સુભાષભાઈ પડસુંબીયાએ તેમના ઉદબોધનમાં પેટ્રોલિયમ ડિલરોના ટ્રેડને લગતા ગંભીર પ્રશ્નોને મહત્વ આપવાના પ્રયાસોને પ્રાથમિકતા આપવા જણાવેલ. જેમાં ટ્રેડના સભ્યોના સંગઠનને મજબૂત કરવા તથા પેટ્રોલિયમ ડીલરોને ઘણા સમયથી પડતર રહેલ કમિશન વધારવાના પ્રશ્નને પ્રાથમિક મહત્વ આપવા જણાવેલ હતું. આજની આ બેઠકમાં એસોશિએશનના સભ્યો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.


– પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..

– ગુજરાતી યુવતીઓ બનાવે છે ઇ-બાઇક..

– હસીન દિલરૂબા ફિલ્મની કહાની દર્શકોને ગમશે?

આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text