કબૂતરખાનામાં છુપાવેલો 95 બોટલ દારૂ પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ

- text


મકનસર રેલ્વે સ્ટેશન નજીક રહેણાંક મકાનમાં દરોડો પાડી વિદેશીદારૂના જથ્થા સાથે એકને ઝડપી લેવાયો : અન્ય આરોપીનું નામ ખુલ્યું

મોરબી : મોરબી તાલુકા પોલીસે મકનસર રેલવે સ્ટેશન નજીક આવેલ ભક્તિનગર -2 માં રહેણાક મકાનમાં દરોડો પાડી કબૂતરખાનામાં છુપાવવામાં આવેલ જુદી-જુદી બ્રાન્ડની 95 બોટલ દારૂ સાથે એકને ઝડપી લીધો છે. જ્યારે દારૂનો જથ્થો છુપાવવા માટે આપનાર શખ્સને ફરાર દર્શાવી ઝડપી લેવા કાર્યવાહી શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ જે.એમ.આલના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. હરેશભાઇ આગલ તથા પો.કોન્સ. દિવ્યરાજસિંહ જાડેજાને મળેલ ખાનગી બાતમીના આધારે આજે મોરબી તાલુકાના મકનસર, ભક્તિનગર-૦૨, રેલ્વે સ્ટેશનની બાજુમાં અશોકભાઇ બાબુભાઇ ખાંભલાના રહેણાંક મકાનમાં દરોડો પાડતાં મકાનમાં કબુતરખાનામાં છુપાવેલ વિદેશીદારૂની જુદી-જુદી 95 બોટલ કિંમત રૂ. 31,950 નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

- text

વધુમાં આરોપી અશોકભાઇ બાબુભાઇ ખાંભલાની પૂછપરછ કરતા દારૂનો આ જથ્થો જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા (રહે. મકનસર) નો હોવાનું અને પોતાને છુપાવવા આપેલ હોવાનું કબૂલતા આરોપી જયદીપસિંહ ઉર્ફે બ્રિજરાજસિંહ યોગેન્દ્રસિંહ જાડેજા (રહે. મકનસર) ને ઝડપી લેવા તજવીજ હાથ ધરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી હાથ ધરી છે.

આ સફળ કામગીરી મોરબી તાલુકા પોલીસ મથકના એ.એસ.આઇ. નરવિરસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ. સુરેશભાઇ હુંબલ, જયસુખભાઇ વસીયાણી, હરેશભાઇ આગલ, પો.કોન્સ ફતેસંગ પરમાર, દિવ્યરાજસિંહ જાડેજા, જયદીપભાઇ પટેલ, પંકજભા ગુઢડા તથા જયેશભાઇ ચાવડા સહિતના સ્ટાફે કરી હતી.

- text