નકલી રેમડેસીવીર કૌભાંડમાં વધુ બે આરોપી ઝડપાયા

- text


અમદાવાદ મધ્યપ્રદેશના બે આરોપીની ધરપકડ સાથે ધરપકડ આંક 30 થયો

મોરબી : કોરોના મહામારીની બીજી લહેરમાં નકલી રેમડેસીવર ઇજકેશનોના કાળા કારોબારના રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કર્યા બાદ મોરબી પોલીસની પૂછપરછમાં જે જે વ્યક્તિની સંડોવણી ખુલે છે એ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી રહી છે. આમ ઘણા સમયથી એક પછી એક આરોપીઓની ધરપકડનો દૌર ચાલુ છે. જેમાં ગઈકાલે મોરબી પોલીસે અમદાવાદ અને મધ્યપ્રદેશના વધુ બે આરોપીઓને પકડી લીધા હતા. આ સાથે અત્યાર સુધીમાં આરોપીઓની ધરપકડની સંખ્યા 30 થઈ છે.

મોરબી એસઓજીના પી.આઇ. આલ તેમજ સ્ટાફે ગઇકાલે વધુ બે આરોપીઓ રેહાનુદીન નઝમુદીન શેખ (ઉ.વ.19, રહે.એ-૧૪, સાયન સોસાયટી, મોડેલ સ્કુલની પાસે, વિશાલા સર્કલ, અમદાવાદ), દેવેસ દિલીપ ચૌરસિયા (ઉ.વ.41, રહે.ન્યુ રામનગર શાંતા માતા મંદિરની સામે, આધારતાલ જબલપુર, મધ્યપ્રદેશ) ને ઝડપી લીધા હતા. આ આરોપી રેહાનુંદિન શેખે અગાઉના આરોપી રઇસ કાદરી પાસેથી 330 નકલી ઇન્જેકસનો વેચાતા લઈ એક ઇંજેક્શન દીઠ રૂ.200 વધુ પડાવતો હતો. તેમજ બીજા આરોપી દેવેસ ચોરસીયા અગાઉના આરોપી તપન જૈન નામના આરોપીની પાસેથી 500 જેટલા નકલી ઇન્જેકશનો વેંચાતા લઈ 10 ટકાના કમિશન સાથે લોકોને ધાબડી દેતો હોવાનું ખુલ્યું છે. હાલ આ બન્ને આરોપીઓની અટક કરીને પોલીસે રિમાન્ડ ઉપર લેવાની તજવીજ હાથ ધરી છે.

- text

- text