ટંકારામાં ખુલ્લી કુંડીમાં વધુ એક ગૌવંશ ફસાતા લોક રોષ : સાંજ સુધીમાં ઢાંકણ ફિટ નહિ કરાય તો માટી પુરાણ

- text


હાઇવે કોન્ટ્રાકટરની બેદરકારીથી દરરોજ અકસ્માત

ટંકારા : રાજકોટ – મોરબી હાઇવેની કામગીરીમાં ટંકારામાં લબાડ કોન્ટ્રાકટર દ્વારા હજુ કામગીરી પૂર્ણ ન કરી ઠેક ઠેકાણે પાણી નિકાલની કુંડીઓ ખુલ્લી મૂકી દેવાતા આજે વધુ એક ગૌવંશ આ કુંડીમાં દયનિય રીતે ફસાઈ જતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે અને સાંજ સુધીમાં જો કોન્ટ્રાકટર કુંડી નહિ પેક કરે તો માટીથી પુરાણ કરવા જીવદયા પ્રેમીઓએ ચીમકી આપી છે.

રાજકોટ-મોરબી હાઇવે પ્રોજેકટ અંતર્ગત ટંકારામાં ઓવરબ્રિઝનું કામ ખૂટતું જ ન હોય લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. એવામાં હાઇવે ઉપરની કુંડીઓ મોતના કુવા સમાન બની છે અને આ ખુલ્લી કુંડીમાં રોજ અકસ્માત સર્જાઈ રહ્યા છે. જેમાં આજે એક વધુ ગૌવંશ દયનિય રીતે કુંડીમાં ફસાઈ જતા લોકો ગૌવંશનો જીવ બચાવવા પ્રયાસ કરી રહ્યા છે.

- text

હાઇવે ઉપર ખુલ્લી જોખમી કુંડીઓ અંગે કલેકટરથી લઈ રાજપાલ, મુખ્યમંત્રીને ફરિયાદો કરવા છતાં મોતના આ કુવા બંધ ન કરવામાં આવતા જીવદયા પ્રેમીઓમાં રોષ વ્યાપી ગયો છે અને આજ સાંજ સુધી દરેક ખુલ્લી કુંડી ઉપર ઢાંકણા નહીં નખાઈ તો ખુલ્લી કુંડીઓમાં માટી નાંખી પુરાણ કરી દેવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે.

- text