મોરબીમાં RTPCR રિપોર્ટ મામલે તવાઈ યથાવત

- text


રવિવારે કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ઘંઘો કરતા 7 સાત ધંધાર્થીઓ સામે કાર્યવાહી

મોરબી : મોરબી જિલ્લામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર ધંધો કરવા મામલે વેપારીઓ ઉપર ઘણા સમયથી ચાલી રહેલી પોલીસની તવાઈને કારણે વેપારીઓમાં જબરો આક્રોશ છે. જેમાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરવા મામલે વેપારીઓની સાથે રીક્ષાચાલકો ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. પરિણામે આરટીપીસીઆર રિપોર્ટની તવાઈ સામે ભારે રોષ છતાં પોલીસની કાર્યવાહી યથાવત રહી છે. જેમાં જિલ્લામાં પોલીસે રવિવારે કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ઘંઘો કરતા 7 સાત ધંધાર્થીઓ સામે કાર્યવાહી કરી હતી.

- text

મોરબી જિલ્લામાં રવિવારે 24 કલાક દરમિયાન પોલીસે કોવિડના અલગ-અલગ જાહેરનામા ભંગ હેઠળ કુલ 23 સામે કાર્યવાહી કરી હતી. જેમાં મોરબીમાં રાત્રી કફર્યુ ભંગ કરતા એક બાઈકચાલક સહિત 3 લોકો, માસ્ક વગર જાહેરમાં નીકળેલા 2, સાંજે 6 વાગ્યા પછી દુકાનો ખુલી રાખનાર પાઉભાજીની દુકાન, નિયમ કરતા વધુ મુસાફરો ભરીને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 5 રીક્ષાચાલકો, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરો ભરીને માસ્ક તેમજ સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા એક ઇકો કાર, બે રીક્ષાચાલકો, માસ્ક વગર નીકળેલા બે બાઈકચાલકો, ટંકારામાં આરટીપીસીઆર રિપોર્ટ વગર રીક્ષાનો ધંધો કરતા ત્રણ રીક્ષાચાલકો, માળીયા (મી.)માં આરટીપીસીઆર રિપોર્ટ વગર વેપાર કરતા પ્રોવિઝન સ્ટોર, શાકભાજીની દુકાનના માલિક, હળવદમાં કોરોના ટેસ્ટ કે વેકસીન લીધા વગર ધંધો કરતા એક ફ્રુટની લારીના ધારક અને રીક્ષાચાલક સામે પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text