કારખાનામાં કામ કરતાં શ્રમિકનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


હળવદના સુસવાવનો બનાવ, આપઘાતનું કારણ અકબંધ : પોલીસ ઘટનાસ્થળે દોડી ગઇ

હળવદ : હળવદ તાલુકાના સુસવાવ ગામના પાટિયા નજીક હાઇવે પર એક કારખાનામાં મજૂરીકામ કરતા બાલાસિનોરના યુવાને કોઈ અગમ્ય કારણોસર કારખાનામાં જ આપઘાત કરી લીધો હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસ ઘટના સ્થળે દોડી જઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text

બનાવની જાણવા મળતી વિગતો મુજબ સુસવાવ ગામના પાટિયા નજીક હાઇવે પર આવેલ પરીક્ષિત લેમિનેટ નામના કારખાનામાં મજૂરી કામ કરતા મહેશભાઈ મોનાભાઈ (ઉંમર 28, રહે મૂળ બાલાસિનોર) વાળાએ કોઈ અગમ્ય કારણોસર કારખાના રૂમમાં જ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે.

આ બનાવ અંગેની જાણ પોલીસને કરાતા ચરાડવા બીટ જમાદાર અરવિંદભાઈ ઝાપડિયા સહિતના પોલીસ જવાનો બનાવ સ્થળે દોડી ગયા છે અને લાશને પીએમ માટે હળવદ સરકારી હોસ્પિટલ ખાતે લઈ આવી મૃતક યુવાને કયા કારણોસર આત્મહત્યા કરી છે તેમ સહિતની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

- text