વાંકાનેર : ઓક્સીજન પાર્કમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિવસની ઉજવણી

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકામાં વાતાવરણમાં ઓક્સીજનનું પ્રમાણ વધે તેના ભાગરૂપે કોરોના કાળમાં મૃત્યુ પામેલાના સ્વજનો તેમજ કોરોના વોરીયર્સના હસ્તે વૃક્ષારોપણ કરી અલગ-અલગ ત્રણ જગ્યાએ ઓકસીજન પાર્કનું નિર્માણ કરી આજે વિશ્વપર્યાવરણ દિવસે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

સામાજીક વનીકરણ વિભાગ-રાજકોટના નાયબ વન સંરક્ષક રવિપ્રસાદ કુમારના માર્ગદર્શન હેઠળ સામાજીક વનીકરણ રેન્જ-વાંકાનેરના રેન્જ ફોરેસ્ટ ઓફિસર ટી.એન.દઢાણીયા તથા તેમની કચેરીના સ્ટાફ દ્વારા વઘાસીયા ઓક્સીજન પાર્ક, પાંચ દ્વારકા ઓક્સીજન પાર્ક, ગુંદાખડા ઓક્સીજન પાર્કમાં વૃક્ષારોપણ કરાયું હતું.

વન વિભાગ આર.એફ.ઓ. ટી.એન.દઢાણીયા, તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા, ઉપસરપંચ બહાદુરસિંહ ઝાલા, તાલુકા પંચાયત સદસ્ય હુશેનભાઇ, પાંચ દ્વારકાના સરપંચ સાહબુદીનભાઇ બાદી, ગુંદાખડાના ઉપસરપંચ બુટાભાઇ તેમજ વનપાલ ડી.બી. ગોહીલ, વનરક્ષક વી.એમ. ગોવાણી, એ.કે. માલકીયા, કે.વી. રોજાસરા તથા ગ્રામ આગેવાનો સાથે મળી અલગ-અલગ ત્રણેય જગ્યાએ વૃક્ષા રોપણ કરી રોપવામાં આવેલ હતું. અને વૃક્ષોનું જતન કરવું તેમજ વધુને વધુ વૃક્ષો વાવેતર કરી ઉછેરવાના શપથ લીધા હતા. આ ઉપરાંત ક્ષત્રિય વિદ્યાર્થી ભવન વાંકાનેર મુકામે વન વિભાગ આર.એફ.ઓ. ટી.એન. દઢાણીયા, નિવૃત આર.એફ.ઓ. સી.વી. સાણજા, સ્ટેટ કેસરીસિંહજી, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના સદસ્યો તેમજ વાંકાનેર ગ્રામ્ય વિસ્તારોના સરપંચો બહોળી સંખ્યામાં હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું.

- text

વાંકાનેર ગાયત્રી શક્તિપીઠ, વાંકાનેર સિવિલ હોસ્પીટલ, વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન, PHC ઢુંવા, PHC લુણસર, PHC દલડી, PHC કોઠી, અદેપર, ઢુવા, ગામોમાં જુદા-જુદા કુલ 2000 રોપાઓનું વાવેતર કરેલ તથા આયુર્વેદિક રોપાઓનું વિતરણ કરી “ઇકોસીસ્ટમ રિસ્ટોરેશન” થીમ પર્યાવરણ અંગે જાગૃતિ વધારવાના પ્રયાસ કરવામાં આવેલ હતા.

- text