વાંકાનેરના શિક્ષિકાનો શૈક્ષણીક વિડીયોને રાજ્ય સરકારની ડીજીટલ ટેક્સ્ટ બુકમાં સ્થાન

- text


વાંકાનેર : કોરોના કાળમાં ઓનલાઇન શિક્ષણ જ ચાલી રહ્યું છે ત્યારે વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામના શિક્ષિકાના શૈક્ષણીક વીડીયોને ગુજરાત સરકારની ડીજીટલ ટેકસ બુકમાં સ્થાન મળ્યું છે.

વાંકાનેરની રાતીદેવળી કન્યા શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા દિનાબેન સંધવીના સામાજીક વિજ્ઞાન વિષયના વિડીયો, ભારત સરકારના NCERT અને MHRD દ્વારા તૈયાર કરેલ શિક્ષણ વિભાગના દિક્ષા (ડીજીટલ ઈન્ફાસ્ટ્રકચર ફોર નોલેજ શેરીંગ એપ્લીકેશન) નામના પોર્ટલ પર સ્વીકૃતી પામ્યા છે.

- text

ઉલ્લેખનીય છે કે દીનાબેન સંઘવીની સામાજીક વિજ્ઞાન વિષય સંબંધી યુ-ટયુબ ચેનલ છે જેના વીડીયો ઉચ્ચતર પ્રાથમીક, માધ્યમીક વિભાગના વિદ્યાર્થીઓ ઉપરાંત કોઈપણ સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખુબ જ ઉપયોગી છે. હવે આ વીડીયો સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકૃત ડીજીટલ માધ્યમથી પણ જોઈ શકાશે.

- text