માથાના દુ:ખાવાની ટીકડી બાબતે મહિલા હેલ્થ ઓફિસરને ફડાકા ઝીંકાયા

- text


વાંકાનેરના મકતાનપર પેટા આરોગ્ય કેન્દ્રમાં સવસીભાઈએ હંગામો મચાવતા ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના મકતાનપર પેટા આરોગ્ય કેન્દ્રમાં માથાના દુખાવાની દવા લેવા ગયેલા દર્દીને દવા આપ્યા બાદ આ નહિ બીજી ટીકડી આપો કહી દર્દીએ હંગામો મચાવી મહિલા હેલ્થ ઓફિસરને ફડાકા ઝીકી દઈ ફરજમાં રૂકાવટ કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસ મથકમાંથી જાણવા મળતી વિગતો મુજબ તાલુકાના મકતાનપર પેટા આરોગ્ય કેન્દ્રમાં હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવતા હીનાબેન શાંતીલાલ પરમાર પોતાની ફરજ ઉપર હતા ત્યારે આરોપી સવશીભાઇ મોહનભાઇ રહે- માટેલ વાળા માથાના દુખાવાની દવા લેવા આવતા હીનાબેને દવા આપી હતી પરંતુ આરોપી સવસીભાઈએ આ દવા નહીં બીજી દવા આપો તેમ જણાવતા ફરીયાદીએ માથાના દુખાવા માટે આ દવા જ આવે તેમ જણાવતા આ કામના આરોપી ઉશ્કેરાઇ જઇ ફરીયાદી પોતાની કાયદેસરની ફરજ પર હોવાનુ જાણતા હોવા છતા તેની સાથે ઉંચા અવાજે બોલી ગાળો આપવા લાગતા ફરીયાદીએ ગાળો નહી બોલવા અને શાંતી થી વાતચીત કરવા જણાવતા આરોપીએ ફરીયાદીને ગાલના ભાગે બે ફડાકા મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરજમાં રૂકાવટ કરી હતી.

આ બનાવમાં મહિલા અધિકારીની ફરિયાદના આધારે પોલીસે આરોપી સવસીભાઈ વિરુદ્ધ આઈપીસી કલમ ૧૮૬, ૩૫૩, ૫૦૪, ૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.

- text