મોરબી જિલ્લાના તમામ બિસ્માર માર્ગો તાત્કાલિક રીપેર કરો

- text


વાવાઝોડાથી નુકશાન અંગે સર્વે કરી સહાય ચૂકવો : હ્યુમન રાઈટ કમિશનના કે. ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી : મોરબી જીલ્લાના દરેક રોડનું તાત્કાલિક રીપેરીંગ કરવા તેમજ ખેડૂતોને થયેલ નુકશાન વળતર ચુકવવા હ્યુમન રાઇટ્સ કમિશનના કે.ડી.બાવરવા દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે, મોરબી જીલ્લામાં વાવાઝોડા અને તેની સાથે આવેલ વરસાદથી બધા જ રસ્તાઓ બિસ્માર થઇ જવા પામેલ છે. મોરબીના ધારાસભ્યએ પણ આ વાતને અનુમોદન આપતી રજુઆત કરી છે. તેમજ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેરને કહીને ફક્ત જેતપર–અણીયારી રોડનું જ રીપેરીંગ તાત્કાલિક કરવા માટેની તેમની રજૂઆત છે તો મોરબી જીલ્લાના અન્ય રોડનું શું? તેવા સવાલ ઉઠાવ્યા છે.

- text

આ ઉપરાંત, મોરબી, માળિયા (મી.), વાંકાનેર, હળવદ, ટંકારા વિસ્તારમાં ઘણા રોડ બિસ્માર હાલતમાં છે. તો આ બધા રોડનું રીપેરીંગ કામ તાત્કાલિક કરવા અને ખેડૂતોને થયેલ નુકશાનનું સાચું સર્વે કરાવવાની સાથે તેમજ મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં મકાનો તેમજ ઝુંપડાઓને થયેલ નુકશાનનું પણ સર્વે કરાવીને તાત્કાલિક વળતર ચુકવવા માંગણી કરવામાં આવી છે.

 

- text