વાવાઝોડા તૌકતેએ દિશા બદલતા હળવદ – વાંકાનેર ઉપર પણ ખતરો : હળવદમાં 290 લોકોનું સ્થળાંતર

- text


હળવદ મામલતદાર અને ટીડીઓ દ્વારા શ્રમિકો અને અગરિયાઓને સલામત સ્થળે આશ્રય અપાયો

હળવદ : અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા વાવાઝોડાએ દિશા બદલતા હવે મોરબી જિલ્લાના હળવદ અને વાંકાનેર ઉપર પણ ખતરો સર્જાયો છે અને અત્યારે હળવદ રણ વિસ્તારના 290 જેટલા અગરિયા અને શ્રમિકોને તંત્રએ સલામત સ્થળે ખસેડી આશ્રય આપ્યો છે.

તૌકતે વાવાઝોડાએ દિશા બદલી હોવાની હવામાન વિભાગની આગાહીને પગલે મોરબી અધિક જિલ્લા કલેકટર દ્વારા હળવદ અને વાંકાનેર મામલતદાર સહિતના સંબંધિત વિભાગોને અસરકર્તા વિસ્તારમાં લોકોનું રાત્રીના 10 વાગ્યા સુધીમાં સ્થળાંતર કરવા આદેશ આપતા હળવદ તાલુકાના રણકાંઠાના 48 કુટુંબના 190 જેટલા અગરિયા અને ટિકર ખાતે 100 શ્રમિકો સહિત કુલ 290 લોકોનું હાલ તાત્કાલિક ધોરણે સ્થળાંતર કરવામાં આવ્યું છે સાથે જ હળવદ મામલતદાર કચેરી ખાતે કન્ટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે.

- text

હાલ હળવદ મામલતદાર હર્ષદીપ આચાર્ય અને તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. અને અગરિયા પરિવારોને સલામત આશ્રય અપાયો છે.

- text