MCX ડેઈલી રિપોર્ટ : ચાંદીએ ફરી રૂ.70,000ની સપાટી વટાવી

- text


સોનાના વાયદાના ભાવમાં રૂ.૪૮ની વૃદ્ધિ : સીપીઓ, મેન્થા તેલ, રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો

ક્રૂડ તેલમાં બેરલદીઠ રૂ.૮નો મામૂલી ઘટાડો : પ્રથમ સત્રમાં રૂ.૧૧,૧૦૬ કરોડનું ટર્નઓવર

મુંબઈ : MCX પર વિવિધ કોમોડિટી વાયદા અને ઓપ્શન્સ તેમ જ ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મળીને પ્રથમ સત્રમાં ૧,૫૭,૬૩૫ સોદામાં રૂ.૧૧,૧૦૬.૫૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાનો વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૮ અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.૪૪૦ વધ્યો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં સીપીઓ, મેન્થા તેલ અને રબરના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારો હતો, જ્યારે કોટનના વાયદામાં સેંકડા વધ્યા હતા.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૯૭૬૨૦ સોદાઓમાં રૂ.૫૨૯૦.૧૭ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૪૭૦૭૨ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૨૬૩ અને નીચામાં રૂ.૪૭૦૦૦ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૮ વધીને રૂ.૪૭૦૪૮ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭૩ વધીને ૮ ગ્રામદીઠ રૂ.૩૭૭૮૮ અને ગોલ્ડ-પેટલ મે કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૭ વધીને ૧ ગ્રામદીઠ રૂ.૪૬૮૦ થયા હતા, જ્યારે સોનું-મિની જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૨ વધીને બંધમાં રૂ.૪૭૦૨૮ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૯૬૯૨ ખૂલી, ઊપરમાં રૂ.૭૦૪૯૬ અને નીચામાં રૂ.૬૯૬૫૧ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૪૦ વધીને રૂ.૭૦૦૫૯ બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન રૂ.૪૩૦ વધીને રૂ.૭૦૦૭૯ અને ચાંદી-માઈક્રો જૂન રૂ.૪૩૦ વધીને રૂ.૭૦૦૮૬ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૩૪૬૭૭ સોદાઓમાં રૂ.૨૦૭૨.૫૪ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૪૮૪૬ ખૂલી, ઊપરમાં રૂ.૪૮૭૫ અને નીચામાં રૂ.૪૮૦૭ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૮ ઘટીને રૂ.૪૮૧૮ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૧૬૦૭ સોદાઓમાં કુલ રૂ.૨૫૮.૧૩ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન મે વાયદો ગાંસડીદીઠ રૂ.૨૧૭૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૧૯૦૦ અને નીચામાં રૂ.૨૧૭૪૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૦૦ વધીને રૂ.૨૧૮૫૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ મે કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૧૨૧૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨.૯ વધીને બંધમાં રૂ.૧૨૧૪.૩ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ મે વાયદો કિલોદીઠ રૂ.૯૭૦.૧ ખૂલી, ઊપરમાં રૂ.૯૭૮ અને નીચામાં રૂ.૯૭૦.૧ રહી, અંતે રૂ.૯૭૪ બંધ રહ્યો હતો.

- text

વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૧૯૧૭૦ સોદાઓમાં કુલ રૂ.૨૪૮૯.૦૦ કરોડ ની કીમતનાં ૫૨૭૭.૭૩૮ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૭૮૪૫૦ સોદાઓમાં કુલ રૂ.૨૮૦૧.૧૬ કરોડ ની કીમતનાં ૩૯૯.૨૪ ટન, ક્રૂડ તેલમાં ૧૭૯૪૬ સોદાઓમાં રૂ.૧૨૮૫.૮૬ કરોડનાં ૨૬૫૪૮૦૦ બેરલ્સ, કોટનમાં ૩૩૮ સોદાઓમાં રૂ.૫૩.૪૪ કરોડનાં ૨૪૩૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૧૬૭ સોદાઓમાં રૂ.૨૦૨.૨૮ કરોડનાં ૧૬૭૪૦ ટન, મેન્થા તેલમાં ૫ સોદાઓમાં રૂ.૫૨.૬૦ લાખનાં ૫.૪ ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૬૯૦૮.૫૫૨ કિલો, ચાંદીના વાયદાઓમાં ૩૮૩.૨૪૯ ટન, ક્રૂડ તેલમાં ૭૫૪૦ બેરલ્સ, કોટનમાં ૨૨૧૦૨૫ ગાંસડી, સીપીઓમાં ૬૮૧૦૦ ટન, મેન્થા તેલમાં ૨૭ ટન અને કપાસમાં ૨૪ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૮૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૮૭ અને નીચામાં રૂ.૨૩૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૦.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૬૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૧૯૪ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૪ અને નીચામાં રૂ.૧૬૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૭૩ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૩૩૧ ખૂલી, ઊપરમાં રૂ.૨૭૪૧.૫ અને નીચામાં રૂ.૨૩૩૧ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬૩૩.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૭૦૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો જૂન કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૨૬૬૭.૫ ખૂલી, ઊપરમાં રૂ.૨૬૬૭.૫ અને નીચામાં રૂ.૨૪૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૪૬૧.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૪૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૫ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૮.૪ અને નીચામાં રૂ.૯૧.૯ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૯૫.૭ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૮૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો મે કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૨૯.૭ અને નીચામાં રૂ.૯૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૩.૪ બંધ રહ્યો હતો.

- text