વાંકાનેર-મોરબી વચ્ચે દોડતી ડેમુ ટ્રેનો એક મહિના સુધી રદ

- text


મોરબી : મુસાફરોની ઓછી સંખ્યાને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા વાંકાનેર-મોરબી વચ્ચે દૈનિક દોડતી ત્રણ જોડી સ્પેશ્યલ ટ્રેનો આજે તારીખ 23 એપ્રિલથી 23 મે, 2021 સુધી રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ ડેમુ ટ્રેન નંબર 09441/09442, 09443/09444 અને 09439/09440 કેન્સલ કરવામાં આવી છે. તેમ પશ્ચિમ રેલવે-રાજકોટ વિભાગના સિનિયર ડી.સી.એમ. અભિનવ જેફ દ્વારા યાદીમાં જણાવાયું છે.

 

- text