મોરબીમાં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘કોરોનાથી બચવાના ઉપાયો’ અંગે વિડિઓ સ્પર્ધા

- text


મોરબી : આગામી તા. 22 એપ્રિલે ‘વિશ્વ પૃથ્વી દિવસ’ અને તા. 23 એપ્રિલે ‘વિશ્વ પુસ્તક દિવસ’ નિમિત્તે મોરબીમાં આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા ‘કોરોનાથી બચવાના ઉપાયો’ અંગે વિડિઓ સ્પર્ધા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.

હાલની કોરોનાની પરિસ્થિતિમાં સમગ્ર ગુજરાત રાજ્ય અને ખાસ તો મોરબી જિલ્લાની દયાજનક પરિસ્થિતિ છે. ત્યારે ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગાંધીનગર (ગુજરાત સરકાર) દ્વારા માન્ય આર્યભટ્ટ લોકવિજ્ઞાન કેન્દ્ર-મોરબી જિલ્લો દ્વારા ‘વિશ્વ પૃથ્વી દિવસ’ અને ‘વિશ્વ પુસ્તક દિવસ’ના અનુસંધાને ‘કોરોના સંક્રમણથી બચવાના ઉપાયો’ અંગે સૂચનો મંગાવવામાં આવ્યા છે.

- text

આ સ્પર્ધામાં એલોપેથીક, આયુર્વેદીક, હોમીયોપેથિક કે નેચરોપેથીક ડોક્ટરો પણ ભાગ લઇ શકશે. સ્પર્ધકે તા. 23/04/2021 સુધીમાં વિડિઓ એલ.એમ.ભટ્ટ (98249 12230 / 87801 27202) અથવા દિપેન ભટ્ટ (97279 86386)ને વોટ્સઅપ પર મોકલવાના રહેશે. સ્પર્ધકોએ પુરૂ નામ, સરનામું, સ્કૂલ/વ્યવસાયનું નામ તથા ફોન નંબર ગુજરાતીમાં અવશ્ય લખવાના રહેશે, તેમ યાદીમાં જણાવાયું છે.

- text