મોરબી જિલ્લામાં કર્ફ્યુ અને કોવિડ ગાઈડલાઈનના ભંગ બદલ 45 સામે કાર્યવાહી

- text


માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ 15થી વધુ રીક્ષા સહિતના વાહનચાલકો, 6 જેટલા દુકાનદારો ઝપટે

મોરબી : મોરબી જિલ્લામાં કોરોનાની ભયંકર પરિસ્થિતિ વચ્ચે કોરોનાનું વધુ સંક્રમણ અટકાવવા માટે સરકારે લાગુ કરેલા રાત્રી કર્ફ્યુ અને કોવિડની ગાઈડલાઈનનો પોલીસ દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. જેમાં રવિવારે મોરબી જિલ્લામાં પોલીસે રાત્રી કર્ફ્યુ ભંગ અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરતા 45 જેટલા લોકોને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં કર્ફ્યુમાં લટાર મારવા નીકળેલા લોકો, માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સના ભંગ બદલ 15થી વધુ રીક્ષા સહિતના વાહનચાલકો, 6 જેટલા દુકાનદારો ઝપટે ચડ્યા હતા.

- text

મોરબીના જાહેર માર્ગો ઉપર રાત્રી કર્ફ્યુમાં ખોટા આંટાફેરા કરતા 4 લોકો, દુકાન ખુલ્લી રાખનાર દુકાનદાર, રીક્ષાચાલક, બાઈકચાલક તેમજ દિવસ દરમિયાન નિયમ કરતા વધુ મુસાફરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર 7 રીક્ષાચાલકો, માસ્ક પહેર્યા વગર ધંધો કરી ભીડ એકઠી કરનાર નીચે બેસતા બે બકાલીઓ, માસ્ક વગર નીકળેલા છ લોકો, છરી સાથે નીકળેલા બે શખ્સો, હળવદમાં નિયમ કરતા વધુ મુસાફરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર એક રીક્ષાચાલક તથા બે બોલેરો કાર, વાંકાનેરમાં નિયમ કરતા વધુ મુસાફરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર બે રીક્ષાચાલકો, વાળ કાપવાની બે દુકાનોના માલિકો, માસ્ક પહેર્યા વગર નીકળેલા 4 લોકો, માળીયા (મી.) માં નિયમ કરતા વધુ મુસાફરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર બે રીક્ષાચાલકો, ટંકારામાં નિયમ કરતા વધુ મુસાફરી કરી માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરનાર બે રીક્ષાચાલકો તેમજ બે ઇકો કારચાલકો સહિત કુલ 45 જેટલા ગૃન્હા નોંધી પોલીસે જવાબદારો સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

- text