મોરબીમાં રેમડીસીવરની રામાયણ : અપૂરતા સ્ટોક સામે મોટી ભીડને લીધે અંધાધૂંધી

- text


સિવિલમાં વધુ લોકો ભેગા થતા હોવાથી 20મીએથી વી. સી. હાઇસ્કુલ ખાતેથી રેમડીસીવર ઇન્જેક્શનો મળશે

મોરબી : મોરબીમાં કોરોનાની સારવાર માટે મહત્વના ગણતા રેમડીસીવર ઇન્જેક્શનોની રામાયણ એટલી હદે છે કે સિવિલ હોસ્પિટલમાં રેમડીસીવર ઇજકેશનો આપવાની વ્યવસ્થા ગોઠવાઈ હોવા છતાં અંધાધૂંધી સર્જાઈ છે. જેમાં સરકાર રેમડીસીવર ઇન્જેક્શનોનો પૂરતો જથ્થો ફળવ્યો એવા દેવા કરે છે પણ હકીકતમાં રેમડીસીવરનો જથ્થો અપૂરતી આવતો હોય એને ભીડ વધુ હોવાને કારણે મુશ્કેલી વધી છે. સિવિલમાં વધુ લોકો ભેગા થતા હોવાથી 20મીએથી વી. સી. હાઇસ્કુલ ખાતેથી રેમડીસીવર ઇજકેશનો મળશે.

મોરબીમાં રેમડીસીવર ઇજકેશનોની પળોજણ શાંત પડવાનું નામ લેતી નથી. રેમડીસીવર ઇન્જેક્શનો મેળવવામાં દર્દીઓને પારાવાર હાલાકી ભોગવવી પડતી હોવાથી થોડા સમય અગાઉ તંત્ર દર્દીઓની વહારે આવીને સિવિલ હોસ્પિટલમાં જ દર્દીઓને જરૂરી તમામ ડોક્યુમેન્ટની ખરાઈ કરીને રેમડીસીવર ઇન્જેક્શનો આપવાની વ્યવસ્થા ગોઠવી હતી. પરંતુ યોગ્ય વ્યવસ્થાના અભાવે સિવિલમાં તંત્ર દ્વારા ત્રણેક દિવસથી રેમડીસીવર ઇજકેશનો આપવાના વિતરણમાં મોટી ઉણપ સામે આવી છે. આ વ્યવસ્થાથી લોકોને રાહત થવી જોઈએ, એના બદલે સમસ્યા વધી છે. એનું મોટું કારણ એ છે કે સિવિલમાં રેમડીસીવરનો જથ્થો ઓછો આવે છે અને એની સામે લેનાર વર્ગ ખૂબ મોટો હોય છે. આથી, વિતરણ વ્યવસ્થામાં અંધાધૂંધી સર્જાઈ છે.

- text

સરકાર એવા દાવા કરે છે કે રેમડીસીવરનો જથ્થો પૂરતો ફાળવવામાં આવે છે. પણ સિવિલમાં આ જથ્થો ઓછો આવતો હોય, સરકારના દાવા ખોખલા પુરવાર થયા છે. સિવિલ રેમડીસીવર ઇજકેશનો લેવા માટે રીતસર પડાપડી થાય છે. દરરોજ લોકોની મોટી લાઈનો લાગે છે. અગાઉ 1 હજાર જેટલો રેમડીસીવરનો જથ્થો આવ્યો હતો. આજે પણ માત્ર 400નો જથ્થો આવ્યો છે. તેની સામે 700 થી વધુ લોકો ઉમટી પડીને લાઈનો લગાવી હતી. જેટલી જરૂરિયાત છે એની સામે 25 ટકા જેટલો જ જથ્થો ફાળવામાં આવે છે. આથી, કટોકટી સર્જાઈ છે. જેમાં લોકોની મોટી ભીડ થતી હોય, સોશ્યલ ડિસ્ટન્સના પણ ધજાગરા થાય છે. અને કોરોનાના દર્દીઓ હોય તો અન્યોને ચેપ લાગવાની પણ ભીતિ રહે છે. ત્યારે સિવિલમાં ભીડ થતી હોવાથી આવતીકાલે તા. 20થી વી. સી. હાઇસ્કુલ ખાતેથી રેમડીસીવરનું વિતરણ કરવામાં આવશે.

- text