મોરબીમાં ઓરપેટ દ્વારા કાલે રવિવારથી રેપીડ ટેસ્ટ કેમ્પ શરૂ

- text


મોરબી : મોરબીમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે વધુમાં વધુ ટેસ્ટ થવા ખૂબ જરૂરી છે. જેને ધ્યાને લઈને ઓપરેટ દ્વારા આવતીકાલે રવિવારથી રેપીડ ટેસ્ટ કેમ્પ શરૂ થનાર છે.

મોરબીમાં શનાળા મેઈન રોડ ઉપર સરદારબાગની બાજુમાં આદર્શ સોસાયટીમાં ઓરપેટ રેપીડ ટેસ્ટ સેન્ટર આવતીકાલે તા.18ને રવિવારથી શરૂ કરવામાં આવશે. જેનો સમય સવારે 9થી 12 અને બપોરે 4થી સાંજે 6 વાગ્યા સુધીનો રહેશે. આ કેમ્પમાં દરેક મોરબીવાસીઓનો રેપીડ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવશે. વધુમાં વધુ લોકોને આ કેમ્પનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

- text

- text