મોરબી: રાત્રી કરફ્યુ અને ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરાવતી પોલીસ, જાહેરનામા ભંગના થોકબંધ કેસો

- text


દુકાનદારો, રેંકડીધારકો, રીક્ષા-કારચાલકો, બાઈકસવારો સહિત રાહદારીઓ કર્ફ્યૂભંગ તેમજ માસ્ક વિના ચડ્યા પોલીસની ઝપટે

મોરબી: જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ લાગુ થયા બાદ પણ કોરોનાના કેસો ઘટવાનું નામ નથી લઈ રહ્યા. ત્યારે સંક્રમણની ચેઇન તોડવામાં બાઘારૂપ બનતા નાગરિકો સામે પોલીસે કાયદાનો સખ્ત દંડો ઉગામ્યો છે. બુધવારે દિવસ અને રાત્રી દરમ્યાન જિલ્લાના તમામ તાલુકાઓમાં પોલીસે જરા પણ ઢીલ મૂક્યા વગર જાહેરનામાંનો ભંગ કરતા અસંખ્ય લોકો સામે વિવિધ કલમો હેઠળ કેસ કર્યા હતા.

જેમાં મોરબી સીટી એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં માધાપર નાકા પાસેથી એજાજ રાજુભાઇ પઢીયાર, સલીમભાઈ હારુનભાઈ રાઉમા, ઋષિરાજસિંહ અનિરુદ્ધસિંહ જાડેજા, જગદીશભાઈ પ્રેમજીભાઈ જાદવને કર્ફ્યૂભંગ બદલ તથા નગર દરવાજા ચોકમાંથી ઇર્ષાદ ઇરફાનભાઈ કાસમાણી, શાકમાર્કેટ પાછળથી મુબારકભાઈ આદમભાઈ ચાનીયા, એજાજ યુસુફભાઈ મિયાણા, રાજુભાઇ અમરશીભાઈ ગણેશિયા, ખાટકીવાસ, શક્તિ ચોક પાસેથી કાસીમભાઈ ઓસમાણભાઈ શામદાર, વજેપર મેઈન રોડ પરથી નજરમહમદ અફઝલભાઈ કુરેશી, નાસીરભાઈ ઈમ્તિયાઝભાઈ કુરેશી, આશીમ અસલમભાઈ કુરેશીને માસ્ક પહેર્યા વિના ફરતા ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે વજેપર મેઈન રોડ પરથી બજરંગ પાન નામની દુકાન રાત્રે 8 વાગ્યા બાદ ખુલ્લી રાખવા બદલ અશ્વિનભાઈ ખીમજીભાઈ પરમાર સામે કર્ફ્યૂભંગ બદલ, પંચાસર રોડ પરથી વિપુલભાઈ રામજીભાઈ કાલરીયા, લાખાભાઈ દેવરાજભાઈ રબારી, કાદરશા ઇસ્માઇલશા શાહમદારને કર્ફ્યૂભંગ કરી કોઈ ખાસ કામ વગર જાહેરમાં આંટા મારતા ઝડપી પાડી કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જ્યારે બી ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં સ્મશાનરોડ, જૂની જેલ પાસેના રોડ પરથી મહેશભાઈ ચંદુભાઈ દઢૈયા, મુન્નાભાઈ બચુભાઈ દેગામા, પ્રવીણભાઈ અવચરભાઈ દલસાણીયા, આસિફભાઈ હાજીભાઈ જીંગિયા, મનુભાઈ કરશનભાઈ દેગામા, સુરેશભાઈ અવચરભાઈ ઝિંઝવાડીયા, રેહાનભાઈ સાઉદીનભાઈ કટિયા, અશોકભાઈ ધરમશીભાઈ વરાણીયા, અલ્તાફભાઈ હૈદરભાઈ ઝેડા, સંજયભાઈ કેશુભાઈ ઝિંઝવાડીયા, વિજયભાઈ સામતભાઈ ઇંદરીયાને જાહેરમાં જુગાર રમતા અને માસ્ક પહેર્યા વગર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરવા બદલ, ત્રાજપર ચોકડીના નાકેથી વિજયભાઈ ભૂપતભાઈ પારડીયાને માસ્ક વગર નીકળતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મહમદભાઈ અલ્લારખાભાઈને રિક્ષામાં 5 પેસેન્જર બેસાડવા બદલ, માળીયા ફાટક પાસેથી રાજુભાઈ રેવાભાઈ મેવાડાને ડ્રાઈવર સહિત 4 લોકોને બેસાડવા બદલ, માળીયા ફાટક પુલ નીચેથી હસમુખ મનજીભાઈ સુરેલાને અડચણરૂપ થાય એ રીતે રીક્ષા પાર્ક કરવા બદલ, મહેન્દ્રનગર ચોકડી પાસેથી મેરુભાઈ કેશુભાઈ વાઘાણીને રિક્ષામાં 6 પેસેન્જર બેસાડવા બદલ, માળીયા ફાટક પુલ નીચે આડેધડ રીક્ષા પાર્ક કરવા બદલ વિપુલભાઈ રમેશભાઈ ડાભી સામે, વીસીપરા ફાટક નજીકથી રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડવા બદલ અકબરશા ઓસમાણશા બુખારી સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી રિક્ષાઓ ડિટેઇન કરાઈ હતી. જ્યારે ત્રાજપર ચોકડી પાસેથી કરફ્યૂભંગ કરતા યોગેશભાઈ જીવણભાઈ રાતૈયા, ગેંડા સર્કલ પાસેથી અજયભાઈ પરસોત્તમભાઈ માણેવાડિયા, ટીનુભાઈ જયંતીભાઈ આઘારીયા, વીસીપરા મેઇનરોડ, ગર્લ્સ હાઈસ્કૂલ પાસેથી મુસ્તાક અલ્લારખાભાઈ ભાગભરા, ત્રાજપર ચોકડી પાસેથી કરફ્યૂમાં રીક્ષા લઈને નીકળેલા અશરફભાઈ સીદીકભાઈ શેખ સામે વિવિધ કલમો હેઠળ ગુન્હા નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

- text

જ્યારે મોરબી તાલુકા પોલીસ સ્ટે. વિસ્તારમાં આવતા ઘુંટુ રોડ પરથી હિતેશ ધનજીભાઈ રાઠોડ, જાંબુડિયા દશામાંના ગેટ પાસેથી હુસેનભાઈ અબ્દુલભાઈ અજમેરી માસ્ક પહેર્યા વિના અને વધુ પેસેન્જર બેસાડીને રીક્ષા લઈને નીકળેલા બન્ને સામે કલમ 188 મુજબ કાર્યવાહી કરી છે.

વાંકાનેર સીટી પોલીસે મેઈન બજારમાંથી અસરાર યુસુફભાઈ આકબાણી સામે પોતાની કપડાંની દુકાનમાં માસ્ક વિના બેસીને તથા વધુ ગ્રાહકો અવરજવર કરતા હોવા છતાં સોશિયલ ડિસ્ટનસનું ધ્યાન ન રાખતા, ચંદ્રપુર નાલા પાસે અજમેરી પાન નામની દુકાને માસ્ક વિના બેઠા હોવા છતાં દંડની રકમ આપવામાં આનાકાની કરતા જાવીદભાઈ રહીમભાઈ ચારોલીયા, મેઈન બજારમાં માસ્ક પહેર્યા વિના બાઇક લઈને નીકળેલા મયુરભાઈ દામજીભાઈ વોરા, સીટી સ્ટેશન રોડ પરથી માસ્ક વિના નીકળેલા અશરફભાઈ ઉમરભાઈ વડાવરિયા સામે વિવિધ કલમો હેઠળ કેસ કર્યા છે. વાંકાનેર તાલુકા પોલીસે ઢૂંવા ચોકડી નજીકથી જયંતિભાઈ ગોવિંદભાઇ જાદવને ટ્રાફિક અવરોધાય એ રીતે રીક્ષા પાર્ક કરવા, મનસુખભાઈ રઘુભાઈ ગોરીયાને તથા ગોપાલ વિનુભાઈ ઝીંઝરીયા, નરેન્દ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા, અશોકભાઈ ભગવનજીભાઈ મિણીયા સામે ચા-પાનના સ્ટોલ પર વધુ ગ્રાહકો એકઠા કરવા તથા માસ્ક વિના બેસવા બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે કલ્પેશભાઈ હસમુખભાઈ વાણેસિયા, સુભાષ જવેરભાઈ મણાદરિયાને માસ્ક વિના ફરતા, બાબભાઈ ઉર્ફે બાબુભાઈ હસુભાઈ સલાટ સામે રિક્ષામાં વધુ પેસેન્જર બેસાડવા બદલ, માસ્ક વિના બાઇક લઈને નીકળેલા અજય માથાભાઈ ટીડાણી સામે કેસ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા પોલીસે વાગાડીયા ઝાંપા પાસેથી રહેમાનભાઈ કાદરભાઈ કટિયા રિક્ષામાં 9 પેસેન્જર બેસાડીને નીકળતા, ત્રણ રસ્તા પાસેથી બેફિકરાઈથી ઇકો ગાડી ચલાવતા અબ્દુલભાઈ દિલાવરભાઈ મોવર સામે, વગાડીયા ઝાંપા પાસેથી રિક્ષામાં 5 પેસેન્જર બેસાડીને નીકળેલા હાજીભાઈ હુશૈનભાઈ માલાણી, ખાખરેચી ગામ પાસેથી ડ્રાઈવર સહિત 6 લોકોને કારમાં બેસાડીને નિકળેલા સિદ્ધરાજભાઈ કાનજીભાઈ શંખેશરીયા સામે કેસ કરી ઉપરોક્ત વાહનો ડિટેઇન કરાયા હતા.

ટંકારા પોલીસે નગરનાકા પાસેથી રિક્ષામાં 4 પેસેન્જર બેસાડીને નીકળેલા કાળાભાઈ તેજાભાઈ ગરચર, કેવલભાઈ રમેશભાઈ ચાવડા, કારમાં 4 પેસેન્જર બેસાડીને નીકળેલા બિલાશશા અભરામશા સોહરવદી સામે કેસ કરી ઉક્ત વાહનો ડિટેઇન કર્યા હતા.

હળવદ પોલીસે સરાનાકા પાસેથી માસ્ક વિના નીકળેલા અલ્તાફહુસેન સુભાનભાઈ વડાણીયા, રસ ગોલાની રેંકડી પર ચારથી વધુ માણસો એકઠા કરનાર તથા માસ્ક વિના ઉભા રહેલા અરવિંદભાઈ ધનજીભાઈ કણઝારીયા સામે કલમ 188 મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text