મોરબીમાં સ્કોડા કારમાં આઇપીએલનો સટ્ટો રમાડતા ત્રણને ઝડપી લેતી એલસીબી : પોલીસ પુત્ર સહિત ચાર ફરાર

- text


શકત શનાળાથી સજનપર ઘુનડા જવાના રસ્તે સટ્ટો માંડ્યો ને જલાઈ ગયા : લેપટોપ, ગાડી મોબાઈલ સહિત રૂ.4.67 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબી : મોરબી એલસીબી ટીમે ગતરાત્રીના બાતમીને આધારે શકત શનાળાથી સજનપર ઘુનડા જવાના રસ્તે સ્કોડા કારમાં આઇપીએલ મેચ ઉપર સટ્ટો રમાડતા રાજકોટના બે અને જૂનાગઢના નામી બુકીને રંગે હાથ ઝડપી લીધા હતા, ક્રિકેટ સટ્ટાના આ દરોડામાં મોરબીના પોલીસ પુત્ર સહિત ચારના નામ ખુલવા પામ્યા છે.

મોરબી એલસીબી ટીમને બાતમી મળી હતી કે શકત શનાળા થી સજ્જનપર ધુનડા જવાના રસ્તા ઉપર રાજકોટનો વિજય ઉર્ફે વિજલો રાજેશમાઇ લુવાણા અને તેના સાગરીતો સ્કોડા કાર રોડ સાઇડમાં કાર પાર્ક કરી ચાલુ ગાડીમાં મોબાઇલ ફોનમાં જીવંત પ્રસારણ નિહાળી મોબાઇલ ફોનથી અન્ય ગ્રાહકો સાથે સંપર્ક કરી ક્રિકેટ મેચ ઉપર પોતાના અંગત કાયદા સારૂ ક્રિકેટ સટ્ટાનો જુગાર રમી રમાડતા હોવાનું સચોટ બાતમી મળી હતી જે હકિકત અન્વયે એલસીબીએ ઘટના સ્થળેથી વિજયભાઇ રાજેશભાઇ વિઠલાણી, રહે. રાજકોટ રૈયા રોડ સોપાન હાઇટસ, દીલિપભાઇ ઉર્ફે દીપ વીસુભાઈ ધાંઘલ, રહે. રાજકોટ, સંતકબીર રોડ ભગીરથ સોસાયટી અને હરીશભાઇ ઉર્ફે મુન્નો માધવજીભાઇ તન્ના, રહે. જુનાગઢ, ૧૭ શાંતીનાથ વાળાને મોબાઈલ ફોન, લેપટોપ અને ગાડી સહિત રૂપિયા 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યા હતા.

- text

વધુમાં એલસીબી ટીમની પ્રાથમિક પૂછતાછમાં મોરબીના જાવેદ ઉર્ફે જાવલો ઇકબાલભાઇ પાયક રહે. આસ્વાદપાન વાળી શેરી મહેન્દ્રપરા મોરબી, કાનો પ્રિયદર્શભાઇ ઠાકર (પી.પી.ઠાકર પોલીસ વાળાનો છોકરો) રહે. મોરબી, મનીશભાઇ ઉર્ફે સ્વામી કઠોળ રહે, રાજકોટ અને માલદે રમેશભાઇ ચાવડા રહે. મોરબી ખોડીયારનગર વાળના નામ ખુલવા પામ્યા છે અને સાતેય વિરુદ્ધ ગણનાપાત્ર કેસ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં રજીસ્ટર કરાવવામાં આવ્યો છે.

પોલીસની આ સફળ કામગીરી એલસીબી પીઆઇ વી.બી.જાડેજા, દિલીપમાઇ ચૌધરી, સંજયભાઇ મૈયડ, જયવંતસિંહ ગોહીલ, જયેશભાઇ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, દશરથસિંહ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, ભરતભાઇ જીલરીયા, બ્રિજેશભાઈ કાસુન્દ્રા નંદલાલ વરમોરા, હરેશભાઇ સરવૈયા વગેરેએ કરી હતી.

- text